Skip to main content

Posts

Showing posts from January 30, 2018

ગૂગલ બોય કૌટીલ્ય કહ્યું પદ્માવત ના જોવાય , મલેશિયામાં પ્રતિબંધ

🖋 ભારતનાં ગૂગલ બોય કહ્યું કે પદ્માવત ના જોવાય . ભારતનાં અમુક લોકોની બુદ્ધિ ભેંસ ચરાવા ગઈ છે , મલેશિયાએ પદ્માવત ઉપર પ્રતિબંધ લગાવ્યો ,જ્યારે અમુક ભારતીય લોકો પદ્માવત રિલીઝ થાય એવી માંગ કરીને ઇતિહાસનાં મહત્વને સમજવામાં પોતાની બુદ્ધિ નું પ્રદર્શન કરી દીધું છે.જેમ મલેશિયા સમજ્યું છે એવી સમજ ધરાવવામાં અમુક ભારતીયો કાચા પડ્યા છે. ગૂગલ બોય તરીકે જાણીતા કૌટીલ્ય પંડિતને પૂછવામાં આવ્યું ત્યારે એણે પણ કહ્યું કે આવી ફિલ્મ ના જોવી જોઈયે, પદ્માવત ફિલ્મ વર્તમાન અને આવનારી પેઢીને ગુમરાહ કરનારી ફિલ્મ છે , આજનાં લોકો ઇતિહાસનાં પુસ્તકો નહીં પણ ફિલ્મ વધુ જુએ છે ત્યારે પદ્માવત જેવી ઉતિહાસને છેડછાડ કરીને બનેલી ફિલ્મ ભારતનાં ગૌરવશાળી ઇતિહાસ માટે જોખમી છે . ( જુઓ વીડિઓ , શું કહે છે કૌટીલ્ય પંડિત ) વાત કરીએ મલેશિયાની તો આ દેશના સેન્સર બોર્ડ દ્વારા સંજય લીલા ભણસાલી દ્વારા સંચાલિત પદ્માવત પર મલેશિયામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નેશનલ ફિલ્મ સેન્સરશિપ બોર્ડના ચેરમેન (એલપીએફ) મોહમ્મદ ઝામ્બારી અબ્દુલ અઝીઝે જણાવ્યું છે કે આ ભવ્ય-માઉન્ટેડ ફિલ્મ સેન્સર બોર્ડ માં પાસ થઈ નથી , "ફિલ્મની કથા ઇસ્લામન

યુ.પી કાસગંજ ની હિંસા અસહનીય છે : કડક પગલાં લેવાશે

કાસગંજ નાં અસામાજિક તત્વોને છોડવામાં નહીં આવે : સરકાર. ( યુપી નાં કાસગંજમાં ભડકેલી હિંસાની તસ્વીર ) ઉતરપ્રદેશનાં કાસગંજ માં થયેલી સાંપ્રદાયિક હિંસા બાદ યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ  અને હવે દેશના ગૃહમંત્રી રાજનાથસિંહે પણ સામાજિક વિરોધી તત્વો સામે ગંભીર ચેતવણી આપી છે.  રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ સામાજિક વિરોધી તત્વો સામે ગંભીર ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે અરાજકતા ફેલાવતા લોકો બચી શકશે નહીં. "તેમની સામે સખત પગલાં લેવામાં આવશે. અરાજકતા ફેલાવતા લોકો બચી શકશે નહીં. હિંસાના ગુનાખોરો સામે સખત પગલાં લેવામાં આવશે, એમ આદિત્યનાથે જણાવ્યું હતું. ગવર્નર રામ નાઇકે હિંસાને "શરમજનક બાબત" ગણાવી છે. ( યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ )  યુપીના મુખ્યમંત્રીની ટીકાના એક દિવસ પછી સરકારને એવી ખાતરી કરવા માટે કે આ પ્રકારની ઘટનાઓ ફરી પુનરાવર્તન નહીં કરે. દરમિયાન, આ ઘટના પર પ્રતિક્રિયા આપતાં, ( ગૃહ પ્રધાન રાજનાથસિંહ ) ગૃહ પ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું કે, "દેશ મેં કહીં કોઈ ઐસી ઘટના હોતી છે, ગૃહ મંત્રાલયન રિપોર્ટ માંગતા હૈ " (જ્યારે આ પ્રકા

ફ્રાંસમાં ભયંકર પૂર આવતા પેરીસ સહિત 240 શહેરોને માઠી અસર..

સેઈન નદી ગાંડીતુર થતા અનેક મકાનો પાણીમાં ગરકાવ : ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું.. ફ્રાંસમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. જેના કારણે પેરિસમાંથી નીકળતી સેઈન નદીના પાણીનું લેવલ 20 ફૂટ જેટલું વધી ગયું છે. વર્ષ 1910 પછી પહેલી વખત પેરિસમાં ભાયનાક પૂરની  આવી સ્થિતિ જોવા મળી રહી છે. પેરિસના સૌથી વધુ વ્યસ્ત 7 રેલવે સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત પેરિસના 11 વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અતીભારે વરસાદના કારણ પેરિસ અને તેની આસપાસ આવેલા 240 શહેરમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. પૂરની સ્થિતિ વચ્ચે અનેક મકાનો પાણીમાં ગરકાવ થયા છે. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને 1500થી વધારે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પેરિસમાં છેલ્લા 20 વર્ષમાં, આ નવમી વખત પૂર આવ્યું છે. મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsi

કાસમ નોતિયાર સાંજ સુધી પોલીસ નાં કબ્જામાં : પશ્ચિમ કચ્છ પોલીસ

🖋  પોલીસ ઉપર હુમલો કરનાર કાસમ હવે હાથવેંતમાં ( અપરાધી કાસમ મામદ નોતિયાર ) પોતાનાં બનેવીની હત્યા કરનાર અપરાધી કાસમ મામદ નોતિયાર , જેલમાંથી પેરોલ ઉપર છૂટ્યો હતો , અને છૂટયા બાદ પરત જેલ ના ફરતાં પોલીસ એને ૧૧ દિવસ પહેલાં પકડવા ગઈ ત્યારે કાસમ નોતિયાર ૩ પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હતો , આજે ૧૧ દિવસથી કાસમને પકડવા પોલીસ જંગલ અને સિમ ખૂંદી વળી છે , પણ કાસમ હજુ હાથ લાગ્યો નથી.   આજે પશ્ચિમ કચ્છ પોલીસે મેગા સર્ચ ઓપરેશનમાં એસ.ઓ.જી. , એલ.સી.બી. , એ.ડિવિઝન વ, બી ડિવિઝન , માનકુવા પોલીસ અને વધારાનો પોલીસ કાફલો વહેલી સવારથી   ભુજ તાલુકાના વટાછડ ગામ આસપાસના 40 કિલોમીટરમાં ફેલાયેલાં જંગલ-ડુંગરાળ વિસ્તારમાં 100 જેટલાં જવાનો-અધિકારીઓ સાથે મેગા સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. ( Advertisement ) કાસુ ને પકડવાની તજવીજમાં પોલીસ ઉપર ફરી એકવાર હુમલો કરનાર નોતિયાર હવે વધુ ખૂંખાર સાબિત થઈ રહ્યો છે , ત્યારે પોલીસ અતિ સાવધાની પૂર્વક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.  પોલીસ પર કાસુડાએ બીજીવાર હુમલાનો પ્રયાસ કર્યાં બાદ હવે પોલીસે ખાલી હાથે પાછા નહીં ફરવાના સંકલ્પ સાથે જડબેસલાક મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું

રામ રામ કચ્છ : જાણો આજનું રાશિ ભવિષ્ય

🖋 દૈનિક રાશી ભવિષ્ય : તમારું ભવિષ્ય, તમારાં હાથમાં Tuesday, January 30, 2018. ન જાણ્યું જાનકી નાથે , કાલે શું થવાનું છે . તો હવે પ્રશ્ન એ થાય કે તો પછી ભવિષ્ય જોઈ કે વાંચીને શું ફાયદો, હ તો ઉત્તર એ છે જે નિયતીને કોઈ બદલી શકતું નથી , પણ એની અસરથી જરૂર બચી શકાય છે . તો ચાલો જાણીએ આજ તમારું ભવિષ્ય અને જે સારું છે એને માણીયે અને જે નકારાત્મક છે એનાથી ચેતીએ.  મેષ : બેચેનીને કારણે તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચશે. પૈસા કમાવવાની નવી તકો લાભદાયી હશે. તમને પ્રેમ કરતા તથા તમારી દરકાર કરતા લોકોની સંગતમાં થોડોક ગુણવત્તાયુક્ત સમય વિતાવજો. તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે. કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે. વૃષભ રાશી ભવિષ્ય (Tuesday, January 30, 2018) તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટૅન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે. ટૅન્શન તણાવને કાય