Skip to main content

કાસમ નોતિયાર સાંજ સુધી પોલીસ નાં કબ્જામાં : પશ્ચિમ કચ્છ પોલીસ

🖋 પોલીસ ઉપર હુમલો કરનાર કાસમ હવે હાથવેંતમાં
(અપરાધી કાસમ મામદ નોતિયાર )

પોતાનાં બનેવીની હત્યા કરનાર અપરાધી કાસમ મામદ નોતિયાર , જેલમાંથી પેરોલ ઉપર છૂટ્યો હતો , અને છૂટયા બાદ પરત જેલ ના ફરતાં પોલીસ એને ૧૧ દિવસ પહેલાં પકડવા ગઈ ત્યારે કાસમ નોતિયાર ૩ પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હતો ,
આજે ૧૧ દિવસથી કાસમને પકડવા પોલીસ જંગલ અને સિમ ખૂંદી વળી છે , પણ કાસમ હજુ હાથ લાગ્યો નથી.
 આજે પશ્ચિમ કચ્છ પોલીસે મેગા સર્ચ ઓપરેશનમાં એસ.ઓ.જી. , એલ.સી.બી. , એ.ડિવિઝન વ, બી ડિવિઝન , માનકુવા પોલીસ અને વધારાનો પોલીસ કાફલો વહેલી સવારથી ભુજ તાલુકાના વટાછડ ગામ આસપાસના 40 કિલોમીટરમાં ફેલાયેલાં જંગલ-ડુંગરાળ વિસ્તારમાં 100 જેટલાં જવાનો-અધિકારીઓ સાથે મેગા સર્ચ ઓપરેશનમાં જોડાયા છે.
(Advertisement)
કાસુ ને પકડવાની તજવીજમાં પોલીસ ઉપર ફરી એકવાર હુમલો કરનાર નોતિયાર હવે વધુ ખૂંખાર સાબિત થઈ રહ્યો છે , ત્યારે પોલીસ અતિ સાવધાની પૂર્વક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસ પર કાસુડાએ બીજીવાર હુમલાનો પ્રયાસ કર્યાં બાદ હવે પોલીસે ખાલી હાથે પાછા નહીં ફરવાના સંકલ્પ સાથે જડબેસલાક મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
 કાસમને દબોચી લેવા પશ્ચિમ કચ્છ એસ.પી. નાં સીધા માર્ગદર્શન હેઠળ , લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ ઉપરાંત જિલ્લાના વિવિધ પોલીસ મથકના ચુનંદા જવાનોને જોડી કુલ 15 હથિયારબધ્ધ ટીમોને સર્ચ ઓપરેશનમાં કામે લગાડાઈ છે. પાંચથી સાત જણાંની પ્રત્યેક ટીમમાં પીઆઈ-પીએસઆઈ લીડર તરીકે છે. આ ઓપરેશન ની ગંભીરતા એટલી છે કે  સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન બબ્બે ડીવાયએસપી એન.વી.પટેલ અને જે.કે. જયસ્વાલ કરી રહ્યાં છે.
(Advertisement)
જાણવા મળ્યું છે કે , ૨૮ જાન્યુઆરી નાં સાંજે માનકૂવા નજીક વટાછડ ગામની સીમમાં કાસમે માનકૂવાના પોલીસ કોન્સ્ટેબલ પર ફરસીથી હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તે ડુંગરાળ સીમ વિસ્તારોમાં જ ફરતો રહ્યો છે. પોલીસ વિવિધ ગામોમાં પેટ્રોલીંગ કરી રહી છે પરંતુ તે વસતીવાળા વિસ્તારોનાં બદલે સીમાડાઓમાં લપાતો રહ્યો છે. અતિ ગુન્હાહિત કૃત્ય માં પાવરધો બની ગયેલો કાસમ મામદ નોતિયાર સીમમાં ફરતાં માલધારીઓના ખોરાક-પાણી ઝુંટવીને દિવસો પસાર કરી રહ્યો છે.
પોલીસે જણાવ્યું છે કે આજ સાંજ સુધી કોઈપણ સંજોગોમાં કાસમ ને પકડી પાડવામાં આવશે.

- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.

*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,

*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv