Skip to main content

Posts

Showing posts from June 21, 2018

રાપરમા આચરાયેલા જમીન વિકાસ નિગમના અધિકારીઓના કરોડોના ભ્રષ્ટાચારના કૌભાંડ મામલે ACB એ આજે એકની ધરપકડ કરી..

જમીન વિકાસ નિગમના અધિકારી અને કર્મચારીઓના ભષ્ટ્રાચારને લઇને બહુ ચર્ચિત કૌભાંડમા સ્થાનીક ACB એ રાપરમા પ્રકાશમા આવેલ બોગસ ખેત તલાવડી કૌભાંડમા ધરપકડનો દોર શરુ કર્યો છે. આજ થી ૩ માસ અગાઉ 21-03-2018 ના આ બાબતે ગાંધીધામ ACB એ રાપર જમીન વિકાસના બે કર્મચારી અને એક કોન્ટ્રાકટર સહિત ત્રણ શખ્સો સામે રૂપીયા ૧.૭૯ લાખના ભષ્ટ્રાચારની ફરીયાદ નોંધી હતી. જો કે ત્યાર બાદ તો આખા કિસ્સા પછી જમીન વિકાસ નિગમના અધિકારીઓનુ કરોડોના ભ્રષ્ટાચારનુ કૌભાંડ ખુલ્યુ હતુ. હવે રાપરમા આચરાયેલા કૌભાંડ મામલે ACB એ ધરપકડનો દોર શરૂ કર્યો છે અને ACB પોલિસ ઇન્સપેક્ટર ગાંધીધામ પી. વી. પરગડુએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે માર્ચ મહિનામા નોંધાયેલી ફરીયાદ મામલે આજે રાપર ભીમાસરના રામજી સુરા સોલંકીની ધરપકડ કરી છે અને તેની તપાસ બાદ સમગ્ર કૌભાંડની તપાસ શરૂ કરી છે. જેમા જમીન વિકાસ નિગમના ફરાર બે કર્મચારી સહિતના સામેલ અન્ય શખ્સોની સંડોવણી સહિતની દિશામાં ACB તપાસ કરશે. સાથે શક્યતા એવી પણ છે કે ACB ની તપાસમા ભષ્ટ્રાચારનો આંકડો વધે તેવી શક્યતા છે. આ સમગ્ર કિસ્સાની ફરીયાદ મુજબ આરોપીઓએ માત્ર કાગળ પર ખેત તલાવડી ઓ દર્શાવી પૈસા ચાંઉ કર

આજે વિશ્વ યોગ દિન નિમિતે નારાયણ સરોવર તેમજ ભુજ ખાતે સીમા સુરક્ષા દળ દ્વારા ઉજવણી કરાઈ..

કચ્છનું સુપ્રસિદ્ધ તીર્થધામ નારાયણ સરોવર પણ આજે યોગમય બની ગયું હતું અને નારાયણ સરોવર તીર્થધામ ખાતે આજે આંતરરાષ્ટ્રીય યોગદિન ની ઊજવણી કરવામાં આવી હતી. સુરક્ષા દળ ના જવાનો, નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓ સહિત સૌએ આ યોગ દિન ની ઊજવણી માં ભાગ લીધો હતો. મંદિર પરિસર માં મોટી સંખ્યામાં લોકોએ યોગ કરીને આ દિનની ઉજવણી કરી હતી. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે ભુજ શહેર ના બીએસએફ કેમ્પ ખાતે પણ યોગ દિન ની ઊજવણી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દીન ની સીમા સુરક્ષા દળ ના જવાનો દ્વારા ઊજવણી કરવામાં આવી હતી અને તેઓ પણ આ યોગ દિનની ઊજવણી માં ઉત્સાહભેર જોડાયા હતા. આ ઉજવણી માં બીએસએફ, એરફોર્સ, પોલીસ જવાનો સહિત તમામ સુરક્ષા દળ ના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા.

કચ્છની કેસર કેરીને આ વર્ષે નડ્યું પવનનું નુકશાન, તેજ પવન ને લીધે ઉદ્પાદનમાં ઘટાડો..

કચ્છની પ્રખ્યાત કેસર કેરી ની માંગ દિન પ્રતિદિન વધી રહી છે. પરંતુ પવનની તેજ ગતિ ના કારણે આ વર્ષે ઉત્પાદન માં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ભુજ થી અંદાજીત 15 કિમી. દૂર આવેલા રેલડી ફાટક પાસે આવેલી વાડી ના માલિક જોશનાબેન હેમંતભાઈ ભુડિયા ના જણાવ્યા અનુસાર, કચ્છની પ્રખ્યાત કેસર કેરી ની બજાર માં ઘણી માંગ છે. ખાસ કરીને, કચ્છની કેસર કેરીની વિશિષ્ટતા એ છે કે, કચ્છના મોટા ભાગ ના ખેડુતો કેરીનું ઉત્પાદન ઓર્ગેનિક રીતે કરે છે અને ઓર્ગેનિક ખેતીને વધુ મહત્વ આપે છે. ઉપરાંત કચ્છની કેરી એ કુદરતી રીતે જ ઉગાડવામાં આવે છે. તેમાં કોઈ કેમિકલ્સ નું મિશ્રણ કરવામાં આવતું નથી અને જ્યાં સુધી કેરી પાકે નહિ ત્યાં સુધી તેને ઝાડ પરથી તોડવામાં આવતી નથી તેથી કચ્છની કેરી મીઠી અને મધુર અને સ્વાદપ્રિય હોય છે. પરંતુ આ વખતે પવનની તેજ ગતિ ના કારણે ઉત્પાદન માં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષે કેરી ના ઉત્પાદન માં 20 થી 25 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને કારણે ખેડૂતોને પણ આર્થિક ફટકો ભોગવવાનો વારો આવ્યો છે. પરંતુ આ અંગે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની સહાય ની જાહેરાત કરવામાં આવી નથી. કચ્છની કેસર કેરી એ કચ્છમાં ત

શ્રીનગર-જમ્મુ હાઇવે પર પોલીસ વાહન ઉપર આતંકી હુમલો : એક સુરક્ષા અધિકારી શહીદ, બે ઘાયલ..

જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર- જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર ગલાંદર નજીક ન્યૂ બાઇપાસ પામ્પોરની પાસે આતંકવાદીઓએ પોલીસના વાહન પર હૂમલો કર્યો હતો જેમાં એક સુરક્ષા અધિકારી શહિદ થયા હતા, જ્યારે 2 ઘાયલ થયા હતા. પોલીસનાં અનુસાર આતંકવાદીઓએ પંપોર વિસ્તારમાં ભારતીય રિઝર્વ પોલીસની 17મી બટાલિયનની ગાડીને નિશાન બનાવ્યું અને તેના પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. ઘાયલોને તુરંત જ સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. હૂમલાખોરોને પકડવા માટે અભિયાન ચાલુ કરી દેવામાં આવ્યું છે. પોલીસે આ ગાડીમાં પોલીસ કર્મચારીઓ બેઠેલા હતા. આતંકવાદી હૂમલામાં 3 પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા, જેમાં એક પોલીસ અધિકારી શહીદ થયા હતા અને 2 અન્ય પોલીસ જવાનો ઘાયલ થયા હતા. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. મા ગૌશાળા : દ

ભુજમાં આર.ડી.વરસાણી હાઇસ્કૂલ ખાતે ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાઇ ઉજવણી..

યોગ એ એવી જીવન પધ્ધતિ છે, જેનાથી ગરીબ અને તવંગરને સમાન રીતે ફાયદો થાય છે. યોગ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો છે, કુદરતી ઔષધીઓ પ્રત્યે લોકો આકર્ષાયા છે. યોગ દ્વારા શારીરિક-માનસિક કષ્ટો દૂર કરી શક્તિમાન બનીએ. ભુજ ખાતે આજે ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીનો આર.ડી.વરસાણી કુમાર વિદ્યાલય ખાતે સવારે દીપ પ્રગટાવી ખુલ્લો મૂકી રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે વધુમાં જણાવ્યું હતું કે, સૌથી વધુ તાકાત યોગમાં છે. સમગ્ર દુનિયામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય યોગના ફાયદો પહોંચાડી દેશને ગૌરવવંતો બનાવ્યો છે. શ્રી આહિરે યોગ વિશ્વને એક તાંતણે બાંધે છે. પ્રત્યેક ભારત સાથે વિશ્વ ગૌરવ અનુભવે છે. યોગ શીખવવાના માધ્યમથી લાખોને રોજગારી મળી છે, તેનો ઉલ્લેખ કરી કચ્છમાં સુંદર આયોજન કરવા બદલ જિલ્લા કલેકટર સહિત સમગ્ર તંત્રની સરાહના કરી સર્વ પ્રજાજનોને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી વતી રાજય સરકારના અભિનંદન પાઠવ્યાં હતા. આ પ્રસંગે કચ્છ-મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, ભુજ નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, ઉપપ્રમુખ રામભાઈ ગઢવી, જિ.પં. ઉપાધ્યક્ષા નિ

ભુજ શહેરમાં ચોમાસા સમયે જ રસ્તા ખોદવાનું કામ શરૂ કરાવતી નગરપાલિકા..

ભુજ નગર પાલિકાએ ચોમાસાના આગમન સમયે જ સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કામ ચાલુ કરાવ્યું છે. છેલ્લા ઘણા સમયથી બંધ કામ અચાનક જ શરૃ કરવામાં આવતા હોદ્દો છોડતા આગેવાનોએ પોતાનું સેટીંગ ગોઠવવા યુદ્ધના ધોરણે આ કામ ચાલુ કરાવી દીધું હોવાની ચર્ચા જાગી છે. બીજી તરફ હાલ ચોમાસાના સમયે જ ૧પથી ર૦ ફૂટની લાઈનો માટે રસ્તા ખોદાતા વરસાદ પડતા જ નગરજનો માટે ભારે અસહ્ય હાડમારી પેદા થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભુજમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કામ અગાઉ જાન્યુઆરી માસથી શરૃ કરી દેવામાં આવ્યું હોત તો અત્યારે ચોમાસા પહેલા આ કામ પૂર્ણ કરી શકાય તેમ હતું. અમુક કહેવાતા પદાધિકારીઓએ પોતાના આર્થિક ફાયદા ખાતર શહેરીજનોને ભયંકર હાડમારીમાં ધકેલી દેવાનો તખ્તો તૈયાર કરી દીધો હોવાની સાથે પ્રજામાંથી ઉઠતી ફરિયાદો અનુસાર મુખ્ય પદાધીકારીઓ જતા જતા માત્ર ને માત્ર પોતાના હિત માટે આ કામ ફરજિયાત ચાલુ કરાવતા ગયા છે. હાલ શરૃ કરાયેલુ કામ શિયાળા પહેલા પૂર્ણ થાય તેવી કોઈ શક્યતા નથી. તો શા માટે ચોમાસાના સમયમાં લોકો માટે મૂશ્કેલીરૃપ અને ભયજનક ખાડા ખોદવામાં આવી રહ્યા છે ? તેવો સવાલ લોકો માંથી બહાર આવ્યો છે. લોકોની સલામતી માટે કોઈ વ્