Politics અંતે રાપરનાં કુંભારીયા ગામનાં સરપંચ ગેરલાયક અંતે રાપરનાં કુંભારીયા ગામનાં સરપંચ ગેરલાયક ૨૦૧૭ માં જિલ્લા વિકાસ અધિકારીએ ગેરલાયક નતા ઠેરવ્યા , પણ ૨૦૧૮ માં તાલુકા વિકાસ અધિકારીએ હુકમ કરી દીધો. વાત છે રાપર તાલુકાનાં કુંભારીયા ગામની , આ ગામનાં સરપંચ કાનાભાઈ રણછોડભાઈને ચાર સંતાનો હોવા છતાં સરપંચ તરીકેની ચૂંટણી લડવી , ખોટું સોગંદનામું કરવું , સહિતની વિગત આ જ ગામનાં અને કાનાભાઈ સામે ચૂંટણી હારી ગયેલા રામા રાજા ચાવડાએ જેતે સમયે જિલ્લા વિકાસ અધિકારી ને ફરિયાદ કરી હતી , પણ ખબર નહીં કેમ ચાર સંતાનના પિતા એવા કાનાભાઈ ને જિલ્લાવિકાસ અધિકારી દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા નહીં, પણ સામે પક્ષે ફરીયાદી અને આ કેસ પાછળ પડેલા રામા રાજા ચાવડાએ તમામ વિગતો એકત્રીત કરી ને કાર્યવાહી ચાલુ રાખી હતી , જેમાં સરપંચ કાનાભાઈ ચાર સંતાનો ના પિતા છે એની માટે ત્રિગુણી રસી , પોલિયો રસી , મેડિકલ ઓફિસરની નોંધ , ગામની નોંધ વગેરે આધાર પુરાવ એકત્રિત કરી તાલુકા વિકાસ અધિકારી ને ફરિયાદ કરતાં અંતે ૮.૧.૨૦૧૮ ના રોજ કુંભારીયાનાં સરપંચ કાનાભાઈને ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૩૨ અંતર્ગત ગેરલાયક ઠેરવતો હુકમ કર્યો હતો , ...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ