Skip to main content

Posts

Showing posts from January 22, 2018

3 લાખનો દારૂ પકડતી એલ.સી.બી.: 1 પકડાયો , 3 નાસ્યા

🖋 એલ.એ.બી એ ત્રણ લાખનો દારૂ , એક આરોપી ઝડપી લીધો : ત્રણ આરોપી નાસી છૂટયા. ( આરોપી : દેવરાજ ગઢવી )  એલસીબીએ દેવપર યક્ષ ગામ નજીક વિથોણ જતાં રોડ પર જીજે 12 એયુ 2322 નંબરની કારને અટકાવી તેમાંથી 432 બોટલ ઈંગ્લિશ દારૂ અને 768 બિયર ટીન મળી કુલ 2.83 લાખ રૂપિયાનો શરાબ મળી આવ્યો હતો. પોલીસે દેવરાજ ગોપાલ ગઢવી રહે. ભક્તિનગર, કલવાણ ચોક, માંડવીની ધરપકડ કરી છે. દરોડા સમયે સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજા રહે. બિદડા, દુજુભા સાંગાજી જાડેજા ચાવડકા, નખત્રાણા અને જીવુભા જાડેજા ચાવડકા, નખત્રાણા નામના અન્ય આરોપી નાસી છૂટ્યાં હતા. ( દારૂની ડિલિવરી માટે ઉપયોગમાં લેવાયેલું વાહન ) દેવરાજે પોલીસને જણાવ્યું છે કે, તેણે સહદેવસિંહ જાડેજા પાસેથી માલ વેચાતો લઈ તેમજ સહદેવસિંહના કહેવાથી અજાણ્યા માણસે તેની ગાડીમાં માલ ભરી આપ્યો હતો. આ માલ તે દુજુભા અને જીવુભાને ડિલિવરી કરવા જતો હતો. પોલીસે  1 લાખનું વાહન, 3 મોબાઈલ ફોન અને એક હજાર રૂપિયાની રોકડ રકમ મળી કુલ 5.85.585 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. Advertisement -  *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 -

35 વર્ષથી કચ્છમાં દલિતને અન્યાય : મેવાણીનાં પ્રહાર

🖋 કચ્છમાં છેલ્લા 35 વર્ષથી દલિતોને અન્યાય થઈ રહ્યો છે ,જો કચ્છનું વહીવટી તંત્ર ઉકેલ નહીં લાવે તો હાઈવે ચકાજામ ,

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

તલવાર સાથે ક્ષત્રિયાણી પણ મેદાનમાં : જોહરની ચીમકી

🖋 2000 ક્ષત્રિયાણીઓ અત્યાર સુધી જોહર માટે નામ નોંધણી કરાવી દેતાં સરકાર ચિંતિત . રાજસ્થાનમાં તો આ વિરોધ હવે વંટોળનું સ્વરૂપ લેતો દેખાઈ રહ્યો છે. હાથમાં તલવાર લઈ રાણી પદ્માવતીનાં જોહર સ્થાને જ 2000 ક્ષત્રિયાણીઓ એ જોહરની આપી ચીમકી . (મા ન્યુઝ , 22.જાન્યુઆરી ,10:16 ) રાણી પદ્માવતી નાં જીવન ઉપર બનેલ ફિલ્મ પદ્માવત નો વિરોધ હવે જેમ જેમ ફિલ્મ રિલીઝ થવાની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ વધુ પ્રબળ અને સરકારને વિચારમાં મૂકી દે તેવો જોવા મળી રહ્યો છે. રાજસ્થાન માં તો હવે રાજપૂતો સાથે રાજપૂતાણી પણ મેદાનમાં આવી ગયા છે , એટલુંજ નહીં હાથમાં તલવાર લઈને ચિતોડગઢમાં રેલી કાઢી હતી અને 24 જાન્યુઆરી નાં ચિતોડગઢમાં એ જ જગ્યાએ જ્યાં રાણી પદ્માવતીએ 16 હજાર રાણી અને દાસી સાથે જોહર કર્યું હતું ત્યાંજ જોહર કરવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે. કરણી સેનાનું કહેવું છે કે અત્યાર સુધી 2000 ક્ષત્રિયાણીનું રજીસ્ટ્રેશન પણ થઈ ચૂક્યું છે. બીજી તરફ હવે ફિલ્મનો તીવ્ર વિરોધ જોયા બાદ રાજસ્થાન સરકાર સુપ્રીમ માં જવાની તૈયારી કરી લીધી છે.અને આજે એટલે સોમવારે એક અરજી પણ સુપ્રીમમાં કરશે. એની માટે 3 આઈ.એ.એસ. અધિકારી સા