પણજી: એવી ગુપ્તચર માહિતી મળી છે કે ગોવામાં આતંકવાદીઓ સમુદ્રના રસ્તે થઈને પહોંચી શકે છે. જાણકારી મળી છે કે આતંકવાદીઓ માછલી પકડવાની બોટનો ઉપયોગ કરી શકે છે. ગોવામાં આતંકીઓ ઘૂસી શકે છે એવા ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા બાદ સમુદ્ર કિનારે તમામ જહાજો અને કેસિનોને એલર્ટ જારી કરી દીધું છે. ગોવાના બંદર વિભાગ પ્રધાન જયેશ સલગાવકરે જણાવ્યું હતું કે ભારતીય તટરક્ષક દળે પશ્ચિમી કિનારે આતંકવાદી હુમલાની દહેશત અંગે ઈન્ટેલિજન્સ ઈનપુટ શેર કર્યા છે. ત્યાર બાદ તેમના વિભાગે સમુદ્ર કિનારે આવેલા તમામ કેસિનો, વોટર સ્પોર્ટસ ઓપરેટરો અને નૌકાઓને એલર્ટ જારી કરી દીધું છે. સલગાવકરે વધુમાં જણાવ્યું હતું કે આ એલર્ટ માત્ર ગોવા માટે જ નથી, પરંતુ ગુજરાત કે મુંબઈના સમુદ્ર કિનારા માટે પણ હોઈ શકે છે. અમે જહાજ અને સંબંધિત એજન્સીઓને એલર્ટ જારી કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા જપ્ત કરવામાં આવેલ ફિશિંગ બોટ છોડી દેવામાં આવી છે અને એવા ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા છે કે તેના દ્વારા આતંકવાદીઓ ગોવા પર હુમલો કરી શકે છે. કેપ્ટન ઓફ પોર્ટસ જેમ્સ બ્રિગેન્જાએ ગોવાના પ્રવાસન વિભાગ અને તમામ વોટર સ્પોર્ટસ ઓપરેટર, કેસિ...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ