Skip to main content

ભાજપનો જન્મદીન ફિક્કો રહ્યો, 50 હજાર સ્થળમાંથી મોટાભાગે કાર્યકરો દેખાયા નહીં

જનતા પક્ષથી અલગ થઈને રચાયેલાં ભારતીય જનતા પક્ષના 39મા જન્મદિને રાજ્યના 50 હજાર સ્થળોએ ઉજવવાનો આદેશ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીએ કર્યો હતો. પણ તેની ઉજવણીમાં થોડા સ્થળોને બાદ કરતાં ક્યાં ઉત્સાહ જોવા મળ્યો ન હતો. મોટા ભાગે પક્ષના હોદ્દેદાર ઉજવણીમાં જોવા મળ્યા હતા પણ કાર્યકરો તો ક્યાંય જોવા જ મળ્યા ન હતા. જેમને લાવવામાં આવી હતા તેઓને પરાણે ખેંચી લાવવા પડ્યા હતા. એક હજાર મતદાર દીઠ બનેલાં બૂથ કક્ષાએ એક કાર્યક્રમ કરવાનો આદેશ કરાયો હતો. જે સમગ્ર રાજ્યમાં મળીને લગભગ 50 હજાર સ્થળોએ જન્મ દિવસ ઉજવવાનું કહેવાયું હતું પણ તેના બે ટકા સ્થળે પણ ખરાદીલથી ઉજવણી થઈ નથી.


તેથી પક્ષના નેતાઓ અનેક સ્થળે કાર્યકરો અને હોદ્દેદારો ઉફર ગિન્નાયા હતા. પાટણમાં કાર્યકરોની પાંખી હાજરી જોઈને પ્રભારી મંત્રી વાસણ આહિર દ્વારા એવો સવાલ ઉઠાવાયો હતો કે કાર્યકરો કેમ નથી. આવું કેમ થયું? પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ મોહન પટેલ અને પાટણ શહેર પ્રમુખ સુરેશ પટેલે બચાવ કરવો પડ્યો હતો. આ તો કામ કરનારા લોકો જ છે હોદ્દેદારો નથી એવું કહીને વાતને વાળી લેવી પડી હતી. પ્રદેશ મંત્રીએ એવું કહ્યું કે, સાથે મળીને પક્ષના કામ માટે લાગી જઈએ. વોર્ડ યાત્રાને માંડ વળાવી હતી.

Comments