પશ્ચિમ કચ્છ SOG સ્ટાફના માણસો ૨૬-૫-૧૮ ના મુન્દ્રા વિસ્તારમાં વાઈટલ ઇન્સ્ટોલેસનની ચેકીંગમાં હતા તે દરમ્યાન મળેલી બાતમીને આધારે મુન્દ્રાના ગુંદાલા પાસે રતાડીયાની સીમમાં આવેલ એક ગુડલક હોટલના પાછળના ભાગે આવેલ વરંડામાં ડામર સ્ટોરેજ કરવાના ટેન્કમાં ગેરકાયદેસર રીતે ડામર નો જથ્થો મળી આવ્યો હતો. અહી ડામર સ્ટોરેજ કરવાના ટેન્કમાંથી ૧૩ ટન ડામર તથા લોખંડની ૨૭ ટાંકીઓ માંથી ૪૧૦૦ કિલો ડામર એમ કુલ મળીને ૧૭,૧૦૦ કિલો ડામર નો જથ્થો મળી આવ્યો હતો જેની કી.રૂ. ૬,૮૪,૦૦૦/-, લોખંડની ખાલી ટાંકી નંગ-૬૫, કી.રૂ. ૬૫૦૦, કુલ મળી ને રૂ. ૬,૯૦,૫૦૦ નો આધાર પુરાવા વગરનો મુદામાલ જપ્ત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે. રેઈડ દરમ્યાન ૧) પ્રકાશ વેરશી રબારી, રહે. સણોસરા તા. ભુજ, ૨) જગદીશ રામકુમાર ચૌધરી, રહે. સંસ્કાર નગર, ભુજ, ૩) મામદ કાસમ ખલીફા, રહે. નાની ખેડોઇ તા. અંજાર વાળા ને સ્થાનિકે થી પકડી પાડેલ છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebo...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ