ટ્રક અને બસ ઓપરેટર સંગઠન (એઆઈએમટીસી)એ તેની વિવિધ જૂની માગણીઓના મુદ્દે આજથી સૌથી મોટી અનિશ્ચિત મુદતની યુનિયન હડતાળ શરૂ કરી દીધી છે. ટ્રાન્સપોર્ટર્સ દ્વારા પાડવામાં આવેલી આ હડતાળ દરમિયાન લગભગ ૯૫ લાખ ટ્રક-બસનાં પૈડાં થંભી ગયા હતા.આ સંગઠને તેની વર્ષોજૂની માગણીઓને પૂરી કરવાના આશયથી ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટે હડતાળનો માર્ગ અપનાવ્યો છે. હડતાળની ધમકી પહેલાં સરકારે ટ્રાન્સપોર્ટર્સને મનાવવા માટે કેટલીક છૂટછાટ આપવાની ઓફર કરી હતી, પરંતુ ટ્રાન્સપોર્ટર્સે તેને ફગાવી દીધી હતી.આજે જે હડતાળ શરૂ થઈ છે તેમાં સવારના છ વાગ્યાથી દેશભરમાં તેની અસર જોવા મળી રહી છે. આ હડતાળમાં ડીઝલને જીએસટીના દાયરામાં લાવી કેન્દ્રીય અને રાજ્યના કરમાં કાપના માધ્યમથી તેની કિંમતમાં ઘટાડો કરવામાં આવે તેવી મુખ્ય માગણી છે.આ ઉપરાંત યુનિયનની પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ નહિ પણ ત્રણ માસમાં સંશોધન કરવામાં આવે અને ટ્રાન્સપોર્ટર માટે ટોલ બેરિયર મુક્ત કરવામાં આવે તેમજ થર્ડ પાર્ટી વીમામાં જીએસટીમાં રાહત આપવામાં આવે તેમજ ટ્રાન્સપોર્ટ વેપારમાં ટીડીએસનો અંત લાવવામાં આવે તેવી માગણી મુખ્ય છે.આ અંગે યુનિયનનું કહેવું છે...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ