Skip to main content

Posts

Showing posts from May 23, 2018

ક્રિકેટ ચાહકોને મોટો જટકો, AB de Villiers એ ક્રિકેટને કહ્યું અલવિદા..

સાઉથ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન AB de Villiers એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર વિડીયો પોસ્ટ કરી જાણકારી આપી છે. અચાનક ક્રિકેટને અલવિદા કહેવું તેમના ચાહકો માટે મોટો જટકો છે, તેની સાથે જ સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમને પણ તેમની જગ્યા ભરવી સરળ રહેશે નહિ. https://twitter.com/ABdeVilliers17/status/999247658995810304 એબી ડી વિલિયર્સે ૧૧૪ ટેસ્ટ રમી ૮૭૬૫ રન બનાવ્યા છે. જયારે ૨૨૮ વનડેમાં ૯૫૭૭ અને ટી-૨૦ માં ૭૮ મેચ રમી ૧૬૭૨ રન બનાવ્યા છે. તેમના નામે ટેસ્ટમાં ૨૨ અને વનડેમાં ૩૫ સદી નોંધાયેલ છે. એબી ડી વિલિયર્સના નામે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૩૧ બોલમાં સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

ફી નિયમન સમિતિએ ભુજની વ્હાઈટ હાઉસ પબ્લિક સ્કુલની ફી માં ઘટાડો કર્યો..

ઘણા સમય થી 'ફી' પ્રશ્ને આ સ્કુલ વિવાદમાં રહી હતી અને વાલીઓએ ફી ઘટાડવા રજૂઆત કરી હતી. અંતમાં ફી નિયમન સમિતિએ સુનવણી કરી ને ફી માં ઘટાડો કર્યો છે. અગાઉ આ શાળાની ફી માટે ફી રેગ્યુલશન કમિટી ને રિપોર્ટ કરવામાં આવેલ ત્યાં સુનાવણી કરી વાલીઓ ના હિત માં ચુકાદો આપી શાળા ની ફી માં ધરખમ ઘટાડો કરેલ છે.  - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

પ્રસિદ્ધ હાસ્ય લેખક અને ગુજરાતી સાહિત્યના મુઠી ઉચેરા માનવી વિનોદ ભટ્ટ નું ૮૦ વર્ષની વયે નિધન થયું. મુખ્યમંત્રી એ દુઃખ વ્યક્ત કર્યું..

પ્રસિદ્ધ હાસ્ય લેખક વિનોદ ભટ્ટનું આજે એટલે કે તા. ૨૩-૫-૧૮ ના રોજ ૮૦ વર્ષની વયે નિધન થયું. ૧૪ જાન્યુઆરી ૧૯૩૮ ના રોજ જન્મેલા વિનોદ ભટ્ટે BA LLB સુધી અભ્યાસ કર્યો હતો. અને ટેક્ષ કન્સલ્ટન્ટ તરીકેનો વ્યવસાય સ્વીકાર્યો હતો. ૧૯૯૬ થી ૧૯૯૭ દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરીષદના પ્રમુખ રહ્યા હતા. ૨૩મે ૨૦૧૮ના અમદાવાદમાં તેમનું લાંબી બીમારી બાદ આજે અવસાન થયું છે. વિનોદ ભટ્ટ સાહેબ 'મગનું નામ મરી' કટાર ગુજરાત સમાચારમાં લખતા રહ્યા હતા. તેમણે ૨૧ હાસ્ય પુસ્તકો, ૬ ચરિત્ર પુસ્તકો, ૭ પુસ્તકોનું સંપાદન કાર્ય, પાંચ પુસ્તકો હિન્દીમાં લેખન, ૧ પુસ્તક સિંધી ભાષામાં લખ્યું છે. તેમને ૧૯૭૬માં કુમાર ચંદ્રક, ૧૯૮૯માં રણજીતરામ સુવર્ણચંદ્રક, ૨૦૧૬માં રમણભાઈ નીલકંઠ પુરસ્કાર તથા જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક થી સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે કૈલાશબેન અને નલીનીબેન સાથે સંસાર માંડેલ હતો. જ્યોતીન્દ્ર દવે બાદ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ હરોળનાં હાસ્યલેખક તરીકે વિનોદ ભટ્ટ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સાહિત્યની સેવા કરી ગુજરાતીઓના ચેહરા ઉપર સ્મિત પ્રસરાવવાનું કામ કર્યું હતું. મા આશાપુરા ન્યુઝ વિનોદ ભટ્ટ સાહેબ ને

બેન્કમાં ફસાયેલાં નાણાંનો આંકડો આઠ લાખ કરોડને પાર..

નિરવ મોદી અને મેહુલ ચોક્સીના બહાર આવેલા કરોડો રૂપિયાના કૌભાંડના પગલે બેન્કોની સ્થિતિ વધુ નબળી પડી છે. દેશની બેન્કોમાં ફસાયેલી લોનના નાણાંનો આંકડો આઠ લાખ કરોડ રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં પંજાબ નેશનલ બેન્કમાં રૂ. ૧૨,૧૩૦ કરોડનું નુકસાન થયું હતું. નુકસાનીના લિસ્ટમાં એસબીઆઇ બીજા ક્રમે, કે જેમાં રૂ. ૭,૭૧૮ કરોડનું નુકસાન જોવા મળ્યું હતું, જ્યારે ઓરિયન્ટલ બેન્ક ઓફ કોમર્સમાં રૂ. ૫,૮૭૧ કરોડનું નુકસાન થયું હતું. માત્ર બે જ સરકારી બેન્ક વિજયા બેન્ક અને યુનિયન બેન્ક, જેઓએ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં પ્રોફિટ બુકિંગ કર્યું છે. વિજયા બેન્કે ૭૨૭ કરોડ, જ્યારે ઇન્ડિયન બેન્કે ૧,૨૫૮ કરોડનો પ્રોફિટ કર્યો છે. આરબીઆઇએ અત્યાર સુધી ૧૧ જાહેર ક્ષેત્રની બેન્કો વિરુદ્ધ પ્રોપ્ટ કરેક્ટિવ એક્શન-પીસીએ જારી કર્યું છે, જેમાં દેના બેન્ક અને અલ્હાબાદ બેન્કને વોચ લિસ્ટમાં મૂક્યું છે. નોંધનીય છે કે સરકારે આ અગાઉ પીએસયુ બેન્કોને ૧૧ હજાર કરોડ આપવાની જાહેરાત કરી હતી. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa n

ચામાચીડિયા થી ફેલાતા જીવલેણ નિપાહ વાયરસ રોગના જાણો લક્ષણો અને બચવા કરો આટલું..

“નિપાહ વાયરસ” નો ચેપ મુખ્‍યત્‍વે આ રોગથી ગ્રસિત એવા ચામાચિડીયા કે ભૂંડના સંપર્કમાં આવવાથી લાગે છે. ચામાચીડીયા આ વાયરસનું કુદરતી આશ્રય સ્‍થાન છે. આ વાયરસ તેના પેશાબ મળ, લાળ તથા ઉત્‍સર્ગિક પ્રવાહીમાં જોવા મળે છે. જેના સંપર્કમાં આવવાથી ડુકકર ચેપગ્રસ્‍ત થાય છે. ચેપગ્રસ્‍ત ચામાચીડીયાના મળ/પેશાબ ઝાડ ઉપર હોય એવા ઝાડ પર ખુલ્‍લા હાથ પગ વડે કામ કરનાર વ્‍યકિતને આ ચેપ લાગી શકે. આ રોગ કુતરા, બિલાડા, ઘેટા-બકરા તેમજ ઘોડા જેવા પાલતુ પ્રાણીઓમાં ચેપ હોવાના પુરાવા મળેલ છે. નિપાહ વાયરસનો ચેપ લાગ્‍યો હોય તેવી વ્‍યકિતના સંપર્કમાં આવવાથી પણ આ રોગનો ચેપ લાગે છે. આ રોગની અટકાયત માટે અસરગ્રસ્‍ત વિસ્‍તારમાંથી અન્‍ય જગ્‍યાએ જાનવરની હેરફેર ઉપર પ્રતિબંધ મુકવો જરુરી છે.  નિપાહ વાયરસથી ફેલાતા જીવલેણ રોગના લક્ષણોમાં તાવ, માથાનો દુ:ખાવો, સુસ્‍તી, માનસિક અસ્‍વસ્‍થતા, ખેંચ અને કોમા મુખ્‍ય છે. તેના લક્ષણો ચેપ લાગ્‍યા બાદ પાંચથી ૧૪ દિવસ બાદ જોવા મળે છે. આ રોગની ચોકકસ દવા કે રસી ઉપલબ્‍ધ નથી. દર્દીને સપોર્ટિવ સારવાર અપાય છે. ભારતમાં ર૦૦૧માં સિલિગુડીમાં દેખાયા બાદ તાજેતરમાં કેરળમાં આ રોગ દેખાયો છે. શંકાસ્‍પદ લક્ષણો ધર

વ્હોટસઅપમાં સેવ કરેલો ડેટા પરત મેળવવાની રીત..

ફેસબુક-માલિકીની WhatsApp તેનાં યુઝરોની પ્રાઈવસીને સુરક્ષિત રાખવા માટે મોટા પગલાં લઈ રહ્યું છે. Whatsappએ તેના યુઝરોને ડેટા ડાઉનલોડ કરવાની મંજૂરી આપી છે. હવે તમે Whatsapp દ્વારા સાચવવામાં આવેલ ડેટા ડાઉનલોડ કરી શકો છો. તમને જણાવી દઈએ કે 25 મેથી યુરોપમાં જનરલ ડેટા પ્રોટેકશન રેગ્યુલેશન (GDPR) ના અમલીકરણને કારણે Whatsappએ આ નિર્ણય લીધો છે. અગાઉ આ લક્ષણ ફક્ત બીટા યુઝરો માટે જ ઉપલબ્ધ હતું પરંતુ હવે બંને, Android અને iOS બન્ને યુઝરો પણ તેમનો ડેટા ડાઉનલોડ કરી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ડેટા તમે ડાઉનલોડ કેવી રીતે કરી શકો છો યુઝરો કે જેઓ ડેટા સંગ્રહ કરે છે તે WhatsApp યુઝરોના, નામ, સમય, IP એડ્રેસ, ફોન મોડેલ, પ્રોફાઇલ ફોટો, ફોન નંબર દ્વારા સાચવવામાં આવે છે. ફોનમાં સંપર્ક નંબર, જૂથ સૂચિ, અવરોધિત યુઝરોઓ અને તમે સ્વીકારેલ શરતોની યાદી તમે ડાઉનલોડ કરી શક્શો. સૌથી પહેલા તમારુ WhatsApp ખોલો હવે સેટિંગ્સ પર જાઓ પછી એકાઉન્ટ પર ક્લિક કરો તમારે હવે એકાઉન્ટની માહિતીને બીજાથી નંબરે Request Account Info લખ્યું હશે. તેના પર ક્લિક કરો. ત્યાર બાદ, તમને Request report વિકલ્પ મળશે. તેના પર ક્લિક

મુન્દ્રામાં આંતક મચાવનાર ઘરફોડ ચોરી કરતી ગેંગ નો મુખ્ય સુત્રધાર ઝડપાયો..

છ મહિના અગાઉ મુંદરા ની અદાણી સમુદ્ર ટાઉનશીપ માં ત્રાટકેલી ઘરફોડ ચોરોની ગેંગે મચાવેલા આતંક નો મુખ્ય સૂત્રધાર ઝડપાઇ ગયો છે. મુંદરા પોલીસે અનિલ ભવાન વાસકેલીયાની મધ્યપ્રદેશ થી ધરપકડ કરી છે. પાંચ આરોપીઓની આ ગેંગ ખૂંખાર હોઈ ઘરફોડ ચોરીના બનાવ દરમ્યાન આડે આવનારને મારતાં પણ અચકાતા નહીં. ગત ૬/૧૧/૧૭ ના રાત્રે ૧ વાગ્યાના અરસામાં ઘરફોડ ચોરી કરી નાસી રહેલ આ ગેંગને સિક્યુરીટી ગાર્ડે પડકારતા ચોરોની આ ગેંગે સિક્યુરીટી ગાર્ડ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ગુનાનો મુખ્ય માસ્ટર માઈન્ડ એવો અનિલ ભવાન વાસકેલીયા પોલીસને હાથતાળી દઈ ફરાર થઈ ગયો હતો. જેને મુંદરા પી.આઈ. એમ.એન. ચૌહાણે છેક મધ્યપ્રદેશ ના અંતરિયાળ ગ્રામીણ વિસ્તાર અલીરાજપુર જિલ્લાના જોહબટ તાલુકા ના મોટી કદવાલ ગામે થી ઝડપી પાડ્યો હતો. આ ગેંગ ના અન્ય ચાર આરોપીઓ હેમલ જોહરીયા વાસકેલીયા, સુભાન માલસિંગ અજનારીયા, જગદીશ જોહરીયા વાસકેલીયા, મડીયા બદનીયા એ અગાઉ ઝડપાઇ ચુક્યા છે. મધ્યપ્રદેશની આ આદિવાસી ઘરફોડ ગેંગ મુંદરા પંથકમાં વધુ આંતક મચાવે તે પહેલાં તમામ ગુનેગારોને ઝડપી લેવામાં સફળતા મળી છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 4

દુનિયાની પ્રથમ ઘટના : ટાટા પાવર પ્લાન્ટ-મુન્દ્રા કેસ અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં..

ગુજરાતના કચ્છ જિલ્લાના ટુંડા ગામમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન (આઈએફસી)ના ભંડોળથી ચાલતા ટાટા મુન્દ્રા પાવર પ્લાન્ટ વિરુદ્ધ ગામવાળાઓ અમેરિકન સુપ્રીમકોર્ટમાં પહોંચ્યાની અને તેમની અરજી કોર્ટે સ્વીકારી હોય તેવી વિશ્વની પ્રથમ ઘટના બની છે. ગ્રામવાસીઓનો દાવો છે કે આ કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટથી સ્થાનિક પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. ગ્રામવાસીઓની અરજી ગ્રાહ્ય રાખતાં અમેરિકન સુપ્રીમકોર્ટે જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં શરૂ થતા આગામી સત્રમાં આ કેસની સુનાવણી કરાશે. સુપ્રીમકોર્ટે જણાવ્યું છે કે આ સુનાવણીમાં એ નક્કી કરાશે કે 1945ના ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઈમ્યુનિટી એક્ટ હેઠળ આઈએફસી મુક્તિ માટે હકદાર છે કે નહીં. નીચલી અદાલતો દ્વારા અરજી પર સુનાવણી કરવાનો ઈનકાર કરાયા બાદ ગ્રામીણોએ અમેરિકન સુપ્રીમકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ મામલે નવીનાળના માજી સરપંચ ગજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે 2011માં વિશ્વ બેંકની કંપલાયંસ અંબસમેંટ એડવાઇઝરીને ફરીયાદ કરવામાં આવી હતી. તેણે સ્થાનિકે વિઝિટ લઇને 2013માં રિપોર્ટ આપ્યો હતો કે આ ફરિયાદ સાચી છે. વિશ્વ બેંકના સામાજિક અને પર્યાવરણીય ધારા ધોરણોનું ભંગ

સરકાર પેટ્રોલના ભાવ ને આ રીતે હેન્ડલ કરે તો ભાવ આવી શકે છે રૂપિયા ૪૫ ની પણ નીચે..

સરકારનો એક નિર્ણય પેટ્રોલને 25 રૂપિયા સુધી સસ્તુ કરી શકે છે. ફરીએકવાર પેટ્રોલ-ડીઝલની કિંમતો આસમાને પહોંચી છે. મંગળવારે મુંબઈમાં 1 લીટર પેટ્રોલનો ભાવ 84 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 72 રૂપિયા હતો. આ પાછળ ક્રૂડ ઓઇલમાં થયેલા કિંમત વધારો જવાબદાર છે. પરંતુ સરકાર ક્રૂડ ઓઇલના વધતા ભાવ વચ્ચે પણ જનતાને ખુશખબર આપી શકે છે. એવી વાત સામે આવી હતી કે, કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને GST અંતર્ગત લાવી શકે છે. આ મુદ્દે ખુદ નાણામંત્રી અરુણ જેટલી અને ઓઇલ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન પણ સંકેત આપી ચૂક્યા છે. ઓઇલ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો પર કન્ટ્રોલ લાવવા માટે આને પણ GST હેઠળ લાવવાની ભલામણ કરી ચૂક્યા છે. નાણામંત્રી અરુણ જેટલીએ પણ કહ્યું હતું કે, તમામ રાજ્ય સરકારોની સહમતિ બાદ પેટ્રોલ અને ડીઝલને GSTમા શામેલ કરી શકાય છે.એટલે કે જો પેટ્રોલ અને ડીઝલને સરકાર GST અંતર્ગત લાવી દે તો પેટ્રોલ-ડીઝલની કિંમતો 40-45 રૂપિયા સુધી પહોંચી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફણડવીસે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલને પણ GST અંતર્ગ