ભુજના ફરિયાદી શખ્સ મોહમ્મદ ઈસ્માઈલને ભુજની સીટી પોલીસ મથકે સતત બે દિવસ બોલાવીને ઢોર મારવા સબબ તત્કાલીન DYSP અને હાલે ગુપ્તચાર વિભાગ અમદાવાદનાં SP તરીકે કામ કરતા મનોજ નીનામાને ભુજની કોર્ટે ૧ વર્ષની કેદ અને એક હજારનો દંડ ફટકારતા સનસનાટી મચી ગઈ છે. કેસની વિગત એવી છે કે વર્ષ ૨૦૦૧માં પ્રતાપસિંહ જાડેજા અને ચમન ગોર નામના બંને લોકોએ જમીન વહેચવા સંદર્ભે જાહેરાત આપી હતી. તેની સામે આ કેસનાં ફરિયાદી મોહમ્મદ ઈસ્માઈલે વાંધો લીધો હતો. આ વાંધો પાછો ખેચવા માટે ફરિયાદી ઉપર દબાણ લાવી માર મારતા IPCની કલમ ૩૨૩ હેઠળ નીનામાને દોષિત માનીને એક વર્ષની કેદ અને એક હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસ ભુજની ચીફ કોર્ટમાં એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ વી.ડી.મોઢ સાહેબની કોર્ટમાં ચાલ્યો હતો અને ફરિયાદી પક્ષે હેમસિંહ ચૌધરી રહ્યા હતા. મનોજ નીનામા વર્ષ ૨૦૦૭માં IPS તરીકે નોમીનેટ થયા હતા. ભૂતકાળમાં નીનામાને PSI ભરતીનાં કૌભાડમાં સસ્પેન્ડ કરાયા હતા.. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blo...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ