Skip to main content

Posts

Showing posts from June 17, 2018

ભુજમાં મકાન ના વિવાદ ને લીધે ભાઈઓ વચ્ચે થઈ બોલાબોલી ને ભાઈના પરિવારને જીવતા સળગાવી દીધા, બે ના મોત..

ભુજ માં ન્યુમિન્ટ રોડ પર મકાન ના વિવાદ મુદ્દે કૌટુંબિક ભાઈએ તેના ભાઈ ના પરિવાર ને જીવતા સળગાવતા ચકચાર મચી જવા પામી છે. ગત મધ રાત્રે તેના ભાઈનો પરિવાર નિદ્રાધીન હતો ત્યારે કૌટુંબિક ભાઈએ પેટ્રોલ છાંટીને તેના ભાઈના પરિવાર ને જીવતા સળગાવ્યા હતા. બનાવ માં ગંભીર રીતે દાઝી જવાથી માતા - પુત્રી ના કરુણ મોત નિપજ્યા હતા.જ્યારે ભાઈ ને ગંભીર રીતે ઇજા પહોંચતા તેને સારવાર અર્થે ભુજ ની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર, હાજી યુસુબ સા હાજી ઇસ્માઇલ નામના શખ્સે મકાન ના વિવાદ મુદ્દે પોતાના કૌટુંબિક ભાઈ ના પરિવાર પર ગતરાત્રે પેટ્રોલ છાંટીને તેમને જીવતા સળગાવી નાખ્યા હતા. આ બનાવમાં શેરબાનું મોહંમદ અને ઝૂલેખા મોહંમદ નામની માતા - પુત્રી નું ગંભીર રીતે દાઝી જવાથી મોત નીપજ્યું છે.જ્યારે મોહંમદ નામના વ્યક્તિને ગંભીર રીતે દાઝી જવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કૌટુંબિક ભાઈ ના પરિવાર ને જીવતા સળગાવ્યા બાદ, આરોપી હાજી યુસુબ સા હાજી ઈસ્માઈલ ફરાર થઈ ગયો છે.ભુજ એ ડિવિઝન પોલીસે આરોપીની સઘન શોધખોળ હાથ ધરી છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ