🖋 ખાણ માલિક અરજણ આહીર ઉપર બે બુકાનીધારીનો હિંસક હુમલો ભુજ માંડવી રોડ ઉપર , દહીંસરા અને સરલી ગામ પાસે આવેલ કિસ્મત સ્ટોન નામે પથ્થરની ખાણ ધરાવતાં 41 વર્ષિય અરજણભાઈ દુધાભાઈ બકુત્રા (આહીર) તેમની ખાણ પર બનાવેલાં રૂમમાં રાતે નવ વાગ્યાના અરસામાં હતા ત્યારે હાથમાં દેશી તમંચા અને છરી સાથે બે અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. બને બુકાનીધારીઓ અરજણભાઈના મોઢા પર મરચાંની ભુકી છાંટી હતી. બાદમાં તેમની પીઠ અને છાતીમાં છરીના ઘા કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. હવે તપાસનો વિષય એ છે કે આ હુમલો લૂંટ , હત્યા કે કોઈ અન્ય કારણસર કરવામાં આવ્યો છે, દેશી તમંચામાંથી ફાયરિંગ નથી થયું , લૂંટ પણ નથી થઈ તો હુમલો કોઈ અદાવત કે અન્ય કારણે થયો હોય એવું અનુમાન કરી શકાય. હાલ અરજણ આહીર સારવાર હેઠળ હોસ્પિટલમાં છે . પોલીસ અજાણ્યા બે હુમલાખોર ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. Maa news live 24x7 https://youtu.be/uURUwJSi760 - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa...