ગત 17મી ફેબ્રુઆરી 2017નાં રોજ ગાંધીધામના નવી સુંદરપુરીમાં આવેલા સથવારાવાસમાં વહેલી સવારે સગી પુત્રીએ જ તલવારથી પોતાની માતા અને બહેનના ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી હતી. હાલ એક વર્ષ જેટલા સમયગાળા બાદ ગાંધીધામ કૉર્ટે આ હત્યાકાંડને ‘રેરેસ્ટ ઑફ રેર’ કેસ ગણી આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી છે. બનાવ ની વિગત આ મુજબ હતી કે આરોપી મંજુબેન ડુંગરીયાને આગલા દિવસની સાંજે તેની માતા રાજીબેને ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો. મંજુની માતા સાથે મંજુની બોલાચાલી થતા મંજુ રોષે ભરાઈ હતી. પરંતુ થોડીવાર બાદ મામલો શાંત પણ પડી ગયો હતો ને બધા સાથે ભોજન લઈને સુઈ પણ ગયા હતા. માતા અને તેની ૩ દીકરી જેમાં એક દીકરી મંજુ સાથે ઘરમાં તેમજ દીકરો બહાર સુતો હતો. મંજુ ઝઘડાનું મનદુઃખ રાખી ને વહેલી પરોઢે પાંચ વાગ્યે બધા સુતા હતા તે સમયે ઘરમાં પડેલી તલવાર ઉઠાવી માતા રાજીબેન પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ રાજીબેને બચવા માટે બુમાબુમ કરતાં ઘર બહાર સૂઈ રહેલો પુત્ર ઘર અંદર આવતા તેણે મંજુને તલવાર સાથે આ કૃત્ય કરતા નજરે જોઈ. મંજુએ માતા સાથે તેની બહેન ને પણ તલવારના ઘા મારી ને ઘાયલ કરતા માતા અને બે બહેનોને તુરંત રામબાગ હોસ્...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ