Skip to main content

31 માર્ચ પછી પણ આધાર લીંક કરાવી શકાશે..

સુપ્રીમ કોર્ટે આધાર નંબરને બેંક અકાઉન્ટ, મોંબાઈલ નંબર અને અન્ય સરકારી યોજના સાથે જોડવા માટે 31 માર્ચની સમયમર્યાદાને વધારી દીધી છે. મંગળવારે સુપ્રિમકોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં નિર્ણય આવવા સુધી આધાર લીકીંગ જરૂરી રહેશે નહી, પણ સાથે કોર્ટે તે પણ જણાવ્યું છે કે કેટલાક કેસમાં આ આદેશ લાગુ પડશે નહીં. તો જાણો કઈ કઈ સુવિધાઓ માટે હાલમાં આ નિયમ લાગુ પડશે નહી.

સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી બેંક અકાઉન્ટ, મોબાઈલ ફોન, પાસપોર્ટ, પેંશન અને ઈનસ્યોરન્સ જેવી સેવાઓ માટે હાલ આ આધારની જરૂર નથી એટલે કે આ તમામ માટે આધાર લીંક કરાવવાથી છૂટ આપવામાં આવી છે. સરકારી સબસીડીને છોડીને બાકી તમામ સેવાઓ પર આધાર લીંકથી છૂટકારો મળી ગયો છે. આ આધાર લિકીંગ છૂટનો મતલબ એ નથી કે આ સેવાઓ માટે આધારની જરૂર નથી. કોર્ટે આધાર લિકિંગની સમય મર્યાદાને કોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી વધારી દીધી છે.

સરકાર તરફથી સબસીડીના લાભાર્થીઓ માટે હજી પણ આધાર જરૂરી છે એટલે કે સબસીડી યોજનાઓ માટે આધાર નંબર આપવો પડશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓને આધાર સાથે જોડવાની દલીલોનો મંગળવારે સ્વીકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી પાસપોર્ટ બનાવવા માટે પણ હવે આધાર જરૂરી નથી. જો તમે ઈમરજન્સીમાં પાસપોર્ટ બનાવવા ઈચ્છો છો તો તમારે પહેલાની જેમ જ તમારી આધાર ડિટેઈલ આપવી પડશે.


- મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments