દલિત નેતા જિજ્ઞેશ મેવાણીને જાનથી મારી નાખવાની ધમકી મળતા રાજકીય માહોલ ગરમાયો છે. ધમકીને પગલે જિજ્ઞેશને 'Y' કક્ષાની સુરક્ષા આપવાની માગણી કરવામાં આવી છે. ત્યારે એ સવાલ થાય કે સરકાર કેવી રીતી, કોને, શા માટે, અને કેટલા પ્રકારની સુરક્ષા આપે છે. સુરક્ષા માટેની અરજી કર્યા બાદ સૌપ્રથમ સુરક્ષા એજન્સી અરજીને આધારે તપાસ કરે છે ત્યારબાદ આગળ કાર્યવાહી કરે છે. સાથે જ ધમકીની ગંભીરતને ધ્યાનમાં રાખીને સુરક્ષામાં વધારો, ઘટાડો, સુરક્ષા ચાલુ રાખવી કે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. સુરક્ષા કક્ષાના પ્રકાર: 'X' કક્ષાની સુરક્ષા 'Y' કક્ષાની સુરક્ષા 'Y ' કક્ષાની સુરક્ષા 'Z' કક્ષાની સુરક્ષા 'Z ' કક્ષાની સુરક્ષા 'X' કક્ષાની સુરક્ષા આ કેટેગરી અંતર્ગત અરજી કર્યા બાદ સામાન્ય રીતે એક હથિયારધારી પોલીસકર્મી આપવામાં આવે છે. જે 24 કલાક સુરક્ષા પૂરી પાડે છે આ કેટેગરી અંતર્ગત તમામ ખર્ચ અરજકર્તાએ ભોગવવ પડે છે અથવા તો સરકાર ઇચ્છે તો ભોગવી શકે છે. 'X' કક્ષામાં ...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ