ભુજ તાલુકાના અજરખપુર ગામે અચાનક લાપતા થયેલ ભાઈ-બહેનનાં કેસમાં અણધાર્યો વણાંક આવ્યો છે, ૬ જુનનાં બંને બાળકો ગુમ થયા હતા અને ગુમ થયા નાં ૨૪ કલાકમાં જ ગામનાં સીમાડે આવેલી ઝાડીઓમાંથી એક બાળકનો મૃતદેહ અને એક બાળક બેભાન હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
બુધવારે ગુમ થયેલા બાળકો માંથી સાડા ત્રણ વર્ષના દાનીયાલ ઈસ્માઈલ ખત્રીનો મૃતદેહ મળ્યો છે. તો નજીકમાંથી અઢી વર્ષની બાળકી રુબાબા આદમ ખત્રી જીવિત પરતું ગંભીર હાલતમાં મળી છે. રુબાબાને સારવાર માટે ભુજની ખાનગી હોસ્પીટલમાં ખસેડાઈ છે. પધ્ધર પોલીસે આ બાળકોને શોધવા માટે સોશ્યલ મેડિયાની મદદ લીધી હતી. બાદ ઘટનાની જાણ થતા ભુજ DYSP એન.વી.પટેલ અને પધ્ધર પોલીસનાં અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે મૃતક બાળક દાનીયાલનાં મૃતદેહ પર બાહ્ય ઈજાનાં કોઈ નિશાન જોવા મળ્યા નથી. આ ઘટનાની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..
![]() |
જાહેરાત |
Comments
Post a Comment