આજે ભરબપોરે આદિપુર માં થયેલી ઘટના એ સૌના હોંશ ઉડાવી દીધા છે. આજે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં આદિપુરના વિનય સિનેમા નજીક આવેલા એકસીસ બેન્કના ATMમાં પૈસા ભરવા માટે કેસવેન આવી હતી પરંતુ જેવા તેઓ પૈસા નાખવાનું કામ શરૂ કરે તે પહેલા જ એક કારમાં અજાણ્યા શખ્સો આવ્યા હતા અને ફાયરિંગ કરી અંદાજિત 25 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આદિપુરના ભરચક કહી શકાય એવા વિસ્તારમાં ફાયરિંગ સાથે લૂંટની ઘટના થી વેપારીઓમાં ગભરાહટ જોવા મળી રહી છે. બનાવની જાણ થતાં આદિપુર પોલીસ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત મહત્વની તમામ બ્રાન્ચના અધિકારી અને DYSP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ફાયરિંગની ઘટનામાં બે વ્યક્તિઓને ઇજાઓ પહોચી છે અને તે સારવાર માટે ખસેડાયા છે જ્યારે કારમાં આવેલા અજાણ્યા શખ્સોને શોધવા માટે પોલીસે નાકાબંધી સહિત આદિપુર ગાંધીધામના મહત્વના રોડ પરના સી.સી.ટી.વી. તપાસણી શરૂ કરી છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com What...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ