આજે રાપરના ગાગોદર નજીક વનવિભાગની સેન્ચ્યુરી વિસ્તારમાં આવેલ રાજબાઇ માતાજીના મંદિર પાસેથી 28 મોરના મૃત્દેહ મળી આવતા આસપાસના ગામોમાં અરેરાટી ફેલાઇ છે તો બે જેટલા અન્ય મોર પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે જેને સારવાર માટે ગ્રામજનોએ પશુ હોસ્પિટલમાં ખસેડ્યા છે. શ્રી વાગડ માનવ વિકાસ ટ્રસ્ટ ગાગોદરના પ્રમુખ ધારાભાઈ ભરવાડે આપેલી માહિતી મુજબ આ બનાવ આજે બપોર બાદ સામે આવ્યો હતો આજે ગોડાસર વિસ્તાર નજીક આવેલા રાજબાઇ માતાજીના મંદિર પાસે આવેલા તળાવ પાસેની બાવળની ઝાડીમાં મોરના મૃતદેહ પડ્યા હોવાનુ સ્થાનિક લોકોના ધ્યાને આવ્યુ હતુ અને ત્યારબાદ તો મોટી સંખ્યામા જીવદયાપ્રેમીઓ ત્યા પહોંચી આવ્યા હતા અને તપાસ કરતા એક નહી પરંતુ 28 મોરના મોતનો આંકડો સામે આવ્યો હતો. ઘટનાની જાણ થતા સ્થાનીક વનવિભાગ સહિત આડેસર સેન્ચ્યુરીના અધિકારીઓ ઘટના સ્થળે દોડ્યા હતા અને તપાસનો આંરભ કર્યો છે. કચ્છના રાપર વિસ્તારમાં મોરની સંખ્યા વિશેષ છે અને હજુ થોડા દિવસ પહેલા જ મોરના શિકારની ઘટના સામે આવી હતી ત્યારે પ્રાથમીક દ્રષ્ટિએ ત્યા પહોચેલા સ્થાનીક લોકોએ શિકાર માટે તેની હત્યાની શંકા વ્યક્ત કરી હતી. જો કે વનવિભાગના અધિકારી એમ.એન....
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ