આધારકાર્ડની અનિવાર્યતા અંગે સુપ્રીમ કોર્ટે બુધવારે શકવર્તી ચુકાદો આપ્યો હતો, પાંચ જજોની ખંડપીઠે બુધવારે આધારકાર્ડને બંધારણીય રીતે કાયદેસર ઠેરવ્યું હતું. આધાર કાર્ડ સંબંધિત પ્રારભિક ચુકાદો જસ્ટિસ એ. કે. સીકરીએ વાંચી સંભળાવ્યો. ચુકાદામાં જણાવવામાં આવ્યું છે કે આધાર કાર્ડ ક્યાં જરૂરી રહેશે તથા ક્યાં નહીં. સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું હતું કે ખાનગી કંપનીઓ આધાર કાર્ડ માગી ન શકે. આ બેન્ચમાં મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, જસ્ટિસ એ. કે. સીકરી, જસ્ટિસ એ. એમ. ખનવિલકર, જસ્ટિસ ચંદ્રચૂડ તથા જસ્ટિસ અશોક ભૂષણનો સમાવેશ થાય છે. 2016માં મોદી સરકાર દ્વારા આધારનો કાયદો લાવવામાં આવ્યો હતો, જેની બંધારણીય કાયદેસરતાને પડકારતી 27 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. અરજદારોનું કહેવું હતું કે આધારકાર્ડને કારણે 'રાઇટ ટુ પ્રાઇવસી'નો ભંગ થાય છે, જોકે ખંડપીઠે નોંધ્યું હતું કે તેનાથી સમાજના હાંસિયા પર ધકેલાઈ ગયેલા લોકોને ઓળખ મળી છે, જે પ્રાઇવસી કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે. આ અરજીઓ ઉપર 38 દિવસ સુધી સુનાવણી ચાલી હતી. અરજદારોમાં હાઈકોર્ટના પૂર્વ જજ પુટ્ટુસ્વામીનો પણ સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાનો બચાવ કરવાં આવ્યો હતો અને દાવો કર્યો હતો કે આધારકાર્ડનો ડેટા સુરક્ષિત છે અને તેના કારણે વચેટિયાઓને દૂર કરવામાં સફળતા મળી છે.

વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણના કહેવા પ્રમાણે, "આ એક ઐતિહાસિક ચુકાદો છે. તેનાથી સામાન્ય નાગરિકને રાહત મળશે. હવે ખાનગી કંપનીઓ અને બૅન્કો આધાર નંબર નહીં માગી શકે."
ચુકાદાની મહત્ત્વપૂર્ણ બાબતો
- ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા લોકોને આધારકાર્ડ ન મળે તેની વ્યવસ્થા કરવી.
- કાયદા દ્વારા સ્થાપિત સંસ્થાઓ જેમ કે, યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન), CBSE (સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી ઍજ્યુકેશન) તથા NEET (નેશનલ એલિજિબ્લિટી ઍન્ડ ઍન્ટ્રેન્સ ટેસ્ટ) આધાર કાર્ડ માગી શકે.
- કોઈ ખાનગી કંપની કે મોબાઇલ કંપની આધારકાર્ડ ન માગી શકે. જેટલો બને તેટલો ઓછો ડેટા માગવો અને છ મહિના સુધી જ આ માહિતીનો સંગ્રહ કરવો.
- બૅન્ક એકાઉન્ટને આધારકાર્ડ સાથે લિંક કરવું જરૂરી નથી, પરંતુ જો ગ્રાહક ચાહે તો ઓળખપત્ર તરીકે આધારકાર્ડ આપી શકે છે.

- સર્વોચ્ચ અદાલતે આધાર એક્ટની કલમ 57ને નાબુદ કરી હતી, જે મુજબ ખાનગી કંપનીઓ પણ આધારના ડેટા દ્વારા ખરાઈ કરી શકે, તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
- ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે જરૂરી પરમેનન્ટ અકાઉન્ટ નંબર (પાનકાર્ડ) સાથે આધારને લિંક કરવાને માન્ય રાખવામાં આવ્યું છે. આ ચુકાદો ત્રણ વિરુદ્ધ બે જજના ચુકાદાથી આપવામાં આવ્યો હતો.
- અન્ય ઓળખપત્રોનું અસ્તિત્વ અને માન્યતા યથાવત્ રહેશે.
- સ્કૂલમાં એડમિશન સમયે આધાર નંબર માગી ન શકાય. કોઈપણ બાળકને આધાર વિના સરકારી લાભ આપવાથી વંચિત ન રાખી શકાય.

- સુપ્રીમ કોર્ટથી નીતીન શ્રીવાસ્તવ જણાવે છે, "સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશ સીકરીએ કહ્યું હતું, અમને લાગે છે કે આધારની ખરાઈ માટેની જે વ્યવસ્થા છે, તે પૂરતી છે. ડુપ્લિકેટ આધાર કાર્ડ મેળવવું શક્ય નથી."
- ચુકાદો વાંચ્યા બાદ જસ્ટિસ સિકરીએ હળવાશભર્યાં સૂરમાં કહ્યું, "ભણતરે આપણને અંગૂઠાછાપ માંથી લખતા-વાંચતા કર્યાં અને હવે ટેકનૉલૉજીએ આપણને ફરી અંગૂઠાનો ઉપયોગ કરતા કર્યાં છે."
- આધારકાર્ડ માત્ર 0.232%માં નિષ્ફળ રહે છે, જો તેને નકારવામાં આવે તો આધાર ધરાવતા બાકીના 99 ટકા લોકોને અસર પહોંચે તેમ છે.
- જસ્ટિસ ચંદ્રચૂડે નોંધ્યું કે આધારનો કાયદો ગેરકાયદેસર છે, તેને 'મની બીલ' તરીકે પસાર ન કરાવી શકાય. આ રીતે ડેટા એકઠો કરવાથી 'રાઇટ ટુ પ્રાઇવસી'નો ભંગ થાય છે.
- સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે વહેલી તકે સરકારે ડેટા પ્રોટેક્શનનો કાયદો લાવવો જોઈએ. આ અંગે શ્રીકૃષ્ણ કમિટી તેનો રિપોર્ટ સુપ્રત કરી ચૂકી છે.

Android App -
maa news
YouTube - maa
news live
Fb page - maa
news live page
Fb group: maa
news live group
Twitter -
@jaymalsinhB
Email -
jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287
48643
97252 06127
CUG Number -
97252 06123 to 37
72260 06124 to
33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.
મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર,
ઘી 1000 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર:
20 રૂપિયામાં 20 લીટર
Comments
Post a Comment