રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેમાં અત્યાર સુધીમાં કુલ 28 લોકોના મોત થયા છે, જ્યારે 124 પશુઓના મોત થયા છે. હવામાન ખાતા દ્વારા હજુ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ કચ્છ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, વલસાડ, ડાંગ અને નવસારીમાં પણ વરસાદ ચાલુ છે. ભારે વરસાદના કારણે NDRFની વધુ 5 ટીમ ગુજરાતમાં ખસેડવામાં આવી છે. જેને જરૂરીયાત અનુસાર વિવિધ વિસ્તારોમાં મોકલવામાં આવશે. હાલ ગીર-સોમનાથ અને ઉનામાં NDRFની 3 ટીમો તૈનાત કરવામાં આવી છે. ભાવનગર, તાપી, વલસાડ, સુરતમાં 1-1 ટીમ જ્યારે બનાસકાંઠા, રાજકોટ, મહિસાગરમાં 1-1 ટીમ અને નવસારી, ગોધરા, અરવલ્લી, અમરેલીમાં 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. તો NDRFની વડોદરામાં 3 અને ગાંધીનગરમાં 2 ટીમ તૈનાત કરવામાં આવી છે. રાજ્યભરમાં કુલ 173 રોડ રસ્તાઓ બંધ થયા છે જ્યારે 3 નેશનલ હાઈવે, 4 સ્ટેટ હાઈવે બંધ કરાયા છે અને 156 પંચાયતના રોડ અને અન્ય 8 રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા છે... Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ