Skip to main content

Posts

Showing posts from May 31, 2018

પેસિફિક કમાન્ડનું નામ બદલીને અમેરિકાએ હિંદ-પ્રશાંત કમાન્ડ કર્યુ..

આ નિર્ણય અમેરિકાના રાજકીય વિચારોમાં હિંદ મહાસાગરના વધતા મહત્વને પણ દર્શાવે છે. હિન્દ અને પ્રશાંત મહાસાગરની વચ્ચે વધતા સંપર્કને ધ્યાનમાં રાખી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ગુરૂવારે અમેરિકા પ્રશાંત કમાન (પેસિફિક કમાન્ડ)નું નામ બદલીને અમેરિકા હિંદ-પ્રશાંત કમાન (યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડ) કરી દીધું છે. આ નિર્ણય અમેરિકાના રાજકીય વિચારોમાં હિંદ મહાસાગરના વધતા મહત્વને પણ દર્શાવે છે. બીજાં વિશ્વ યુદ્ધ બાદ અમેરિકા પ્રશાંત કમાન અથવા પીએસીઓએમને હવેથી હિન્દ-પ્રશાંત કમાનના નામે ઓળખવામાં આવશે. - સત્તામાં આવ્યા બાદ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને પ્રશાંતનું નામ બદલીને ભારત-પ્રશાંત કરી દીધું હતું અને ક્ષેત્રમાં ભારતને એક વિશિષ્ટ દરજ્જો આપ્યો હતો. - અમેરિકાના ડિફેન્સ મિનિસ્ટર જિમ મેટિસે જોઇન્ટ બેઝ પર્લ હાર્બરમાં ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની દરમિયાન આ નિર્ણયની જાહેરાત કરી. - કાર્યક્રમ દરમિયાન એડમિરલ ફિલ ડેવિડસને અમેરિકા હિંદ-પ્રશાંત કમાન અથવા હિંદ પીએસીઓએમના કમાન્ડ તરીકે હેરી હેરિસનું સ્થાન લીધું. ભારત સહિત 3,75,000 સિવિલિયન્સ અને મિલિટરીનો એરિયા - યુએસ પેસિફિક કમાન્ડ એ પેસિફિક પ્રદેશમાં યુએસ મિ

અકસ્માત માટે પતિને જ જવાબદાર ગણી કોર્ટે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો..

અમદાવાદની મીરઝાપુર ગ્રામ્ય કોર્ટે 1994માં થયેલા એક અકસ્માત અંગે 24 વર્ષ બાદ ચુકાદો આપી અકસ્માત માટે પતિને જ જવાબદાર ગણી પોતાના જ પરિવારના સભ્યોને વળતર ચુકવવાનો આદેશ આપ્યો છે. 9 ઓગષ્ટ 1994ના રોજ અમદાવાદ રહેતા ગુલામ મોયુદ્દીન શેખ પોતાના પરિવાર સાથે કારમાં વિરગગામથી અમદાવાદ આવી રહ્યા હતા, વરસાદી વાતાવરણ હતું, તે દરમિયાન તેમણે સ્ટીયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા તેમની કાર એક ઝાડ સાથે ટકરાઈ હતી, જેના કારણે તેમની પત્ની રૂકશાનાબાનુ, દિકરી કૌશર જહાં, શબાના અને તેમની માતાને ઈજા થઈ હતી, જેના કારણે તેમને લાંબો સમય સારવાર માટે હોસ્પિટલ રહેવું પડયું હતું. આ મામલે રૂકશાનાબાનુએ મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ સામે નેશનલ ઈન્સ્યુરન્સ કંપની પાસે વળતરની માગણી કરી હતી, 1994માં થયેલા અકસ્માતનો ચુકાદો 24 વર્ષ બાદ આવ્યા હતો જેમા કોર્ટે અકસ્માત માટે ગુલામ મોયુદ્દીન શેખના બેદરકરારી ભર્યા ડ્રાઈવીંગ માટે જવાબદાર ગણી ગુલામ મોયુદ્દીન શેખ અને નેશનલ ઈન્યુરન્સ કંપનીને વળતર ચુકવવાનો આદેશ કર્યો હતો, જેમાં રૂકશાનાબાનુને 11,500, કૌશરને 3,700 શબાનાને 9,000 અને વૃધ્ધ માતાને 25,000 હજાર ચુકવવાનો આદેશ આપ્યો છે. આ તમામ

જીલ્લા પંચાયતની આરોગ્ય શાખાની ખાલી જગ્યાઓ ભરવા માટે આજે ભરતી પ્રક્રિયા કરાઈ..

ક્ચ્છ જિલ્લા પંચાયત ના આરોગ્ય શાખા માં ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી નું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય શાખા ના વિવિધ સંવર્ગો માટે કરાર આધારિત ભરતી નું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય શાખામાં 143 જગ્યાઓ માંથી 88 જગ્યાઓ ભરવામાં આવી હતી જે પૈકી ની 55 જગ્યાઓની ભરતી માટે આજે ઇન્ટરવ્યૂ રાખીને ભરતી કરવામાં આવી હતી. આરોગ્ય શાખા માં સ્ટાફ નર્સ, ફાર્મસીસ્ટ, લેબ ટેક્નિશિયન તથા અન્ય ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવી હતી આ ભરતી મેળા માં પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, અને રાજકોટ થી પણ ઉમેદવારો આવ્યા હતા. ઉમેદવારો માં પણ નોકરી માટેનો ઉત્સાહ જોવા મળ્યો હતો. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુર ખાતે મંત્રી પરબત પટેલના કાર્યક્રમ માં વિરોધ..

ભારતીય કિસાન સંઘ ના ખેડૂતોની અટકાયત.. મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુર ખાતે મંત્રીની હાજરીમાં આયોજીત પર્જન્ય યજ્ઞ અને નર્મદા જળપૂજન સહિતના સરકારી કાર્યક્રમમાં ખેડૂતોના પ્રશ્ને રજૂઆત કરવાનો પ્રયાસ કરનારાં ભારતીય કિસાન સંઘના 20 જેટલાં કાર્યકરોની મુંદરા પોલીસે અટકાયત કરી હતી.ગુજરાત સરકારના સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાનના સમાપન પ્રસંગે મોટી ભુજપુરમાં આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પોલીસે તમામને મુક્ત કરી દીધાં હતા.આ કાર્યક્રમ દરમ્યાન મુંદરા તાલુકા ભારતીય કિસાન સંઘના આગેવાનો નર્મદાના પાણી, સિંચાઈ, PGVCL ના વીજ પ્રશ્નો, જીરાનાં ભાવ સહિતના અન્ય મુદ્દે મંત્રી પાસે રજુઆત કરવા માંગતા હતા. દરમ્યાન તેમની રજુઆત પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

ગાંધીધામના ડોક્ટરને લાંચ લેવાના કેસમાં ૪ વર્ષની કેદની સજા..

ગાંધીધામની રામબાગ હોસ્પિટલમાં સારવાર લેવા આવેલાં દર્દી પાસે સારવાર કરાવવા પેટે 1500 રૂપિયાની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઈ ગયેલાં ડૉક્ટર છોટેલાલ છોંગારામ જોનવાલને ગાંધીધામની સેશન્સ કૉર્ટે ચાર વર્ષની કેદની સજા ફટકારી છે.4 વર્ષની કેદ સાથે ડૉક્ટરને કૉર્ટે 40 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. લાંચના કેસમાં કોઈ સરકારી તબીબ (મેડિકલ ઑફિસર)ને સજા થઈ હોય તેવો કદાચ કચ્છનો આ પહેલો કિસ્સો છે.ગત છઠ્ઠી નવેમ્બર 2006નાં રોજ ડૉક્ટર સી.સી.જોનવાલ એન્ટિ કરપ્શન બ્યૂરૉના છટકામાં લાંચ લેતાં રંગેહાથ ઝડપાઈ ગયાં હતા. ફરિયાદી ઓસમાણ હુસેન મંધરીયા ને ખારીરોહર ગામનાં કેટલાંક શખ્સોએ માર માર્યો હતો. જેમાં તેને માથામાં ઈજા થઈ હતી અને ડાબા હાથે ફ્રેક્ચર થયુ હતું. ઓસમાણ રામબાગ હોસ્પિટલમાં સારવાર લેવા ગયો હતો. જ્યાં મેડિકલ ઑફિસર જોનવાલે માથામાં ટાંકા લઈ ત્રણ દિવસ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ તેને ડિસ્ચાર્જ કર્યો હતી. બાદમાં છઠ્ઠી નવેમ્બર 2006નાં રોજ ઓસમાણ ટાંકા ખોલાવવા હોસ્પિટલમાં ગયો ત્યારે ડૉક્ટરે તેની પાસે 1500 રૂપિયાની લાંચ માંગી હતી. જો કે, એસીબીએ આગોતરી ટ્રેપ ગોઠવી ડૉક્ટર જોનવાલને ઓસમાણ પાસેથી લાંચ સ્વિકારતાં

મહેશ્વરી સમાજની લાગણી દુભાવનારા આરોપીની જામીન અરજી ગાંધીધામ કોર્ટે કરી નામંજૂર..

ગત મે માસ માં ફેસબુકના માધ્યમથી દલિત સમાજની લાગણી દુભાવનાર મુન્દ્રાનો રહેવાસી એવો પ્રદીપે અભદ્ર પોસ્ટ અને ટીપ્પણી કરી હતી. જેના લીધે સમગ્ર કચ્છભરના મહેશ્વરી સમાજમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો હતો. આ કામના આરોપી એવા પ્રદીપે ગાંધીધામ કોર્ટમાં નિયમિત જામીનની અરજી કરી હતી જે અરજી કોર્ટે ફગાડી દીધી હતી. કોર્ટે ગુનાની ગંભીરતાને અનુલક્ષીને આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

માંડવીના ધ્રબુડી ખાતે બે પ્રેમી-પંખીડાઓ એ ઝેરી દવા પી લેતા યુવતી નું મોત..

માંડવી તાલુકાના ધ્રબુડી નજીક સમુદ્રી બીચ પર ગુંદિયાળીના પ્રેમી પંખીડાએ ઝેર ગટગટાવી ને સજોડે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે જેમાં 19 વર્ષિય યુવતીનું સારવાર દરમિયાન મધરાત્રે મોત નીપજ્યું હતું.માંડવી પોલીસ ના જણાવ્યા અનુસાર,ગુંદિયાળીના દેવરાજ નાગાજણ ગઢવી (ઉ.વ.21) અને શ્રધ્ધાબા વિક્રમસિંહ જાડેજા (ઉ.વ.19) ધ્રબુડીના સમુદ્રકાંઠે ઝેરી દવા પીધેલી ગંભીર હાલતમાં મળી આવ્યા હતા. બંનેને માંડવીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતા. સારવાર દરમિયાન મધરાત્રે યુવતીએ અંતિમ શ્વાસ લીધા હતા. યુવક ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. પોલીસની પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું છે કે, બંને જણાં એકમેકને પ્રેમ કરતાં હતા. જો કે, તેમણે ઝેરી દવા પીને સજોડે આપઘાત કરવા નું કારણ હજી સુધી અકબંધ રહ્યું છે.બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB

1લી જૂનથી ખેડૂતોનું આંદોલન, નહી કરે દૂધ, શાકભાજી અને અનાજનું વેચાણ..

1લી જુનથી 10મી જૂન સુધી દેશભરમાં ખેડૂતોને પોતાના તમામ ઉત્પાદનોનું વેચાણ અટકાવી દેવા રાષ્ટ્રિય કિસાન સંગઠને એલાન આપ્યુ છે. ગુજરાતમાં પણ શુક્રવારથી આગામી 10 દિવસ માટે ખેડૂતો દૂધ, શાકભાજી અને અનાજનું વેચાણ ન કરીને ગામડા બંધ રાખે તેવી અપિલ આ સંગઠને કરી છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન- ડબલ્યુટીઓની શરતોને આધારે કેન્દ્રની ભાજપ સરકાર ખેતી અને ખેડૂતોને સકંજામાં લઈ રહી છે. ભાજપની સરકાર ખેતી અને ખેડૂતોને અન્યાય કરી રહી છે. તેમ કહેતા રાષ્ટ્રીય કિસાન સંગઠને ગુજરાતમાં બુલેટ ટ્રેનથી લઈને અનેકવિધ પ્રોજેક્ટ માટે જોરજબરીથી ખેડૂતોની જમીનોનું સંપાદન સામે વિરોધ કર્યો છે. સંગઠનનાં પ્રમુખનાં કહેવા મુજબ વર્ષ 2014ની ચૂંટણી સમયે ભાજપે સ્વામીનાથન આયોગની ભલામણો મુજબ ખેત ઉત્પાદનનાં દોઢગણા ભાવ આપવાનું વચન આપ્યુ હતુ. ચાર વર્ષ પસાર થઈ ગયા, ભાજપની સરકાર હવે નવી ચૂંટણીની તૈયારી કરી રહી છે તેમ છતાંયે સી-ટુ ફોર્મ્યુલા મુજબ કૃષિ ઉત્પાદનનો ભાવ આપવાનાં વચનમાંથી જ પલાયન થઈ રહી છે. આથી, કિસાન આંદોલન અનિવાર્ય બની રહ્યુ છે. કૃષિ જણસો અને દુધના વેચાણથી 10 દિવસ ગામડાઓ બંધનાં એલાનથી ખેડૂતોને નુકશાન નહી થાય ? તેવા સવાલન