Skip to main content

Posts

Showing posts from November 17, 2018

સામાત્રા ટોલ નાકા પાસે સર્જાયો ટ્રિપલ અકસ્માત: એક યુવક નું મોત...

ભુજ તાલુકાનાં સામત્રા ટોલ નાકા પાસે મળતી પ્રાથમિક વિગતો અનુસાર કાર, ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ ટ્રિપલ અકસ્માતમાં બાઇક ચાલકે જીવ ગુમાવ્યો છે અને હજુ કેટલા મોત અને કેટલા ને ઇજાઓ પહોચી છે તે પોલીસ તપાસ બાદ બહાર આવશે, હજુ પોલીસ ઘટના સ્થળે પહોચી ને આગળ ની કાર્યવાહી હાથ ધરી રહી છે.. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. (Lady Instructor for Lady Student) મા ગૌશાળા : દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર  , ઘી 1000 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર : 20 રૂપિયામાં 20 લીટર

ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે શક્તિસિંહ ગોહિલે બાયો ચડાવી..

ગુજરાતની ભાજપની સરકારની ખેડૂત વિરોધી, ભ્રષ્ટ અને અણ આવડતવળી અણઘડ નીતિના કારણે નાફેડ દ્વારા ગુજરાત માંથી મગ, અડદ, તુવેર તેમજ મગફળી (શીંગ)ની ચાલુ વર્ષે એટલે કે, ૨૦૧૮/૨૦૧૯માં ખરીદી નહિ કરવાનો નિર્ણય. ખેડૂતો માટે અતિશય નુકશાન કારક આ નિર્ણય કરતો નાફેડનો તા:૧૫/૧૧/૨૦૧૮નો ભારતના કૃષિ મંત્રાલયને લખાયેલો પત્ર પ્રેસ અને મીડીયાને આપીને શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપની સરકારનાં ભ્રષ્ટ અને અણઘડ વહીવટનો ભોગ ગુજરાતના ખેડૂતો બન્યા છે. નાફેડ દ્વારા પોતાના પત્રમાં સ્પષ્ટ લખાયું છે કે, ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૭/૧૮ માં જે ખરીદી ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશન મારફત કરી હતી તેના ગોડાઉનોની સાયન્ટીફીક તપાસમાં બહાર આવ્યું છે કે, ગોડાઉનોની ગુણવત્તા જાળવવામાં આવી નહતી. ગોડાઉનો માટેની નિર્ધારિત પ્રક્રિયા કે જે પુરવઠાની સલામતી અને જાળવણી માટે હોય છે તેને જાળવવામાં આવી ન હતી. ગોડાઉનોમાં આગ લાગવાના બનાવો બન્યા હતા એટલું જ નહિ પરંતુ જથ્થામાં ભેળસેળ કરવાના કિસ્સાઓ પણ બહાર આવ્યા છે. એવું પણ ધ્યાને આવ્યું છે કે, કોઈપણ પુરતી કાળજી કે સલામતીના પગલાં લેવામાં આવ્યા નહોતા. અતિશય ગંભીર રીતે સ્ટાફની