ગુજરાતની ભાજપની સરકારની ખેડૂત વિરોધી, ભ્રષ્ટ અને અણ આવડતવળી અણઘડ નીતિના કારણે નાફેડ દ્વારા ગુજરાત માંથી મગ, અડદ, તુવેર તેમજ મગફળી (શીંગ)ની ચાલુ વર્ષે એટલે કે, ૨૦૧૮/૨૦૧૯માં ખરીદી નહિ કરવાનો નિર્ણય.

ખેડૂતો માટે અતિશય નુકશાન કારક આ નિર્ણય કરતો નાફેડનો તા:૧૫/૧૧/૨૦૧૮નો ભારતના કૃષિ મંત્રાલયને લખાયેલો પત્ર પ્રેસ અને મીડીયાને આપીને શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપની સરકારનાં ભ્રષ્ટ અને અણઘડ વહીવટનો ભોગ ગુજરાતના ખેડૂતો બન્યા છે. નાફેડ દ્વારા પોતાના પત્રમાં સ્પષ્ટ લખાયું છે કે, ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૭/૧૮ માં જે ખરીદી ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશન મારફત કરી હતી તેના ગોડાઉનોની સાયન્ટીફીક તપાસમાં બહાર આવ્યું છે કે, ગોડાઉનોની ગુણવત્તા જાળવવામાં આવી નહતી. ગોડાઉનો માટેની નિર્ધારિત પ્રક્રિયા કે જે પુરવઠાની સલામતી અને જાળવણી માટે હોય છે તેને જાળવવામાં આવી ન હતી. ગોડાઉનોમાં આગ લાગવાના બનાવો બન્યા હતા એટલું જ નહિ પરંતુ જથ્થામાં ભેળસેળ કરવાના કિસ્સાઓ પણ બહાર આવ્યા છે. એવું પણ ધ્યાને આવ્યું છે કે, કોઈપણ પુરતી કાળજી કે સલામતીના પગલાં લેવામાં આવ્યા નહોતા. અતિશય ગંભીર રીતે સ્ટાફની અછત પણ જોવા મળી હતી. ગુજરાત સરકારે ભાડે રાખેલા ગોડાઉનો કે જ્યાંથી ખરીદી કરવાની હતી એવા એરિયાથી અતિશય દુર અને કેટલાક કીસ્સાઓમાં તો ૩૦૦ કી.મી.ની દુરી પર ભાડે ગોડાઉનો રાખવામાં આવ્યા હતા જેના કારણે નાફેડ દ્વારા ગોડાઉનમાં સંગ્રહિત માલની યોગ્ય તપાસ (scientific appropriation) શક્ય ના હતી. નાફેડ દ્વારા ગુજરાત સરકારની ઉપરોક્ત દર્શાવેલી અનેક નિષ્ફળતાઓ ઉજાગર કરીને જણાવ્યું છે કે નાફેડ હવે ગુજરાતમાંથી ખેડૂતોની ખેત પેદાશ જેવી કે, મગ, અડદ, તુવેર કે મગફળીની ખરીદી નહિ કરે.
નાફેડ દ્વારા પોતાના પત્રમાં એક વધારે ગંભીર બાબતનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ખરીફ ૨૦૧૭/૧૮ દરમ્યાન જે મગફળી ખરીદી હતી તેનો ઉપયોગ કરવાનું કમીટમેન્ટ આપેલ હોવા છતાં PDS અંતર્ગત આ વચનબધ્ધ્તાનું હજુ સુધી કોઈ પાલન કરવામાં આવ્યું નથી. ૩.૩૭ લાખ મેટ્રિક ટન જેટલી મગફળીનો સ્ટોક હજુપણ ગોડાઉનોમાં પડી રહેલો છે અને પરિણામે ખુબ જ મોટું આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવશે તેમજ ખરીદી માટે જગ્યા પણ ઉપલબ્ધ નથી બની.

નાફેડે જણાવ્યું હતું કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્નાટકા, તેલંગાણા અને તામીલનાડુ જેવા રાજ્યોમાં નાફેડ ખરીદી કરી રહી છે. ગુજરાતમાં ૨૦૧૮/૧૯ દ્વારા ખેડૂતોની ખેત પેદાશની કોઈ ખરીદી નાફેડ નહિ કરે. ગુજરાતમાં ખેડૂતોની મુશ્કેલીમાં અતિશય મોટો વધારો ગુજરાત સરકારની ગુનાહિત બેદરકારીના કારણે થયો છે ત્યારે કોંગ્રેસ પક્ષનાં રાષ્ટ્રીય પ્રવક્તા અને બિહાર પ્રભારી શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકારને પ્રશ્નો પૂછ્યા છે કે,

૧. નાફેડ દ્વારા ઉપસ્થિત કરાયેલા અતિ ગંભીર મુદ્દાઓ અંગે જવાબદાર કોણ ?
૨. નાફેડ દ્વારા ઉપસ્થિત કરાયેલ અતિ ગંભીર મુદ્દાઓની તપાસ હાઈકોર્ટ નાં સીટીંગ જજ દ્વારા સરકાર કરવા માંગે છે કે કેમ ?
૩. નાફેડ દ્વારા ખરીદી બંધ કરવાનાં નિર્ણયથી ખેડૂતોને જે પારાવાર નુકશાન જશે તેને સરકાર કઈ રીતે સરભર કરશે.
Android App -
maa news
YouTube - maa
news live
Fb page - maa
news live page
Fb group : maa
news live group
Twitter -
@jaymalsinhB
Email -
jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287
48643
97252 06127
CUG Number -
97252 06123 to 37
72260 06124 to
33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા.
(Lady Instructor
for Lady Student)
મા ગૌશાળા :
દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર
,
ઘી 1000 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર :
20 રૂપિયામાં
20 લીટર
Comments
Post a Comment