ગુજરાતમાં પાણીની સ્થિતિ વિકટ થઈ રહી છે, વર્ષો પછી ગુજરાતમાં ટેન્કરો દ્વારા પાણી પુરૂ પાડવામાં આવી રહ્યુ છે, અમદાવાદ જેવો મોટા શહેરોમાં કોર્પોરેશન દ્વારા કાર સર્વિસ કરતા સર્વિસ સેન્ટરોને કાર વોશ બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે, આવી સ્થિતિમાં પાણીના સંકટને પહોંચી વળવા માટે સરકાર અને પ્રજાનો સામુહિક પ્રયાસ થવો જોઈએ, પરંતુ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી રવિવારના રોજ વડોદરા ખાતે શરૂ થઈ રહેલા દેશના સૌથી વિશાળ એન્જોય સિટી વોટર પાર્કનું ઉદ્દ્ઘાટન કરવાના છે. એન્જોય સિટી વોટરપાર્કનો દાવો છે કે દેશનો સૌથી વિશાળ વોટરપાર્ક છે, જેનો સરળ અર્થ પણ તેવો છે કે વિપુલ માત્રામાં પાણીની ખપત પણ થશે, વડોદરાના મહિસાગરના કિનારે થનાર વોટર પાર્ક માટે પાણીનો સ્ત્રોત મહિ નદી હશે અથવા બોર દ્વારા વોટરપાર્ક ભરવામાં આવશે, એક તરફ રાજયના હજારો ગામડાઓને પીવાનું પાણી નથી, ત્યારે વડોદરાના વિશાળ વોટરપાર્કમાં મોજમસ્તી માટે પાણીનો વેડફાટ થશે. આશ્ચર્ય તે બાબતનું છે કે પાણી બચાવોની ઝુંબેશ લગભગ તમામ અખબારો ચલાવી રહ્યા છે, પણ તે અખબારમાં વિશાળ રંગીન જાહેરખબર પણ અન્જોય સિટીની આવી રહી છે. કમનસીબી એવી છે કે હાલમાં રાજય ...