મંત્રી અને મુખ્યમંત્રી નૈતિકતા સ્વીકારી રાજીનામું આપે : પરેશ ધાનાણી ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી આજે નવા વર્ષમાં સહુ પત્રકાર તથા મીડીયાના મિત્રોને મળ્યા હતા અને નવા વર્ષની સહુને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. પત્રકાર તથા મીડીયાના મિત્રો સાથેની વાતચીતમાં શ્રી ધાનાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રના ચોકીદાર અને રાજ્યના હવાલદાર બંને ચોર છે એવું અમે વારંવાર કહેતા આવ્યા છીએ. પહેલાં સત્તામાં બેઠેલા લોકો સામે ચોરીની ફરિયાદો અને આક્ષેપો થતા હતા. આજે સત્તામાં બેઠેલા લોકો ખુદ સરકારી તિજોરીને લુંટાવી રહયા છે અને એ સત્ય હવે ધીરેધીરે પ્રજા સમક્ષ આવી રહયું છે. સીબીઆઈની તપાસ સર્વોચ્ચ અદાલતના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે તેમાં ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ કરતા અને ભારત સરકારના રાજ્યકક્ષાના મંત્રી હરિભાઈ ચૌધરી સામે પણ વ્યક્તિગત આક્ષેપો કરવામાં આવ્યા છે. મને ન્યાયપાલિકા પર સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે સત્ય જરૂર બહાર આવશે. સીતા જેવી પવિત્ર દેવી સામે આક્ષેપો લાગ્યા ત્યારે તેની પણ અગ્નિપરીક્ષા થઈ હતી. રામરાજ્યની પરિકલ્પના કરનાર ભાજપનું નેતૃત્વ કે જ...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ