છેલ્લા ૧૨ દિવસથી પોલીસની ઉંઘ હરામ કરી ચુકેલો ખૂન કેસના આરોપીને પોલીસે પકડી પાડ્યો છે.. આરોપી : કાસમ મામદ નોતિયાર ગત તા. ૧૯ જાન્યુઆરીના પોલીસ જવાનો પર જીવલેણ હુમલો કરી ને કાસમ મામદ નોતિયાર નાશી છૂટ્યો હતો. જેમાં ૩ પોલીસ જવાનો ઘાયલ થયા હતા અને ત્યાર બાદ પોલીસે ખૂન કેસ ના આરોપી એવા કાસમને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પરંતુ કાસમને પકડી પાડવામાં નિષ્ફળ નીવડ્યા હતા. પોલીસના સરદર્દ સમાન બની ચુકેલો કાસુડાને આખરે પોલીસે દબોચી લીધો છે. આરોપી : કાસમ મામદ નોતિયાર પેરોલ રજામાંથી નાસતો ફરતો તથા મારામારી તેમજ પોલીસ પર હુમલામાં સંડોવાયેલ આરોપી કાસમ મામદ નોતિયાર ઉ.વ. ૩૧ રહે. મૂળ ચરખડા તા. નખત્રાણા ને શોધી કાઢવા માટે ભુજ શહેર બી-ડિવીઝન પોલીસ, માનકુવા પોલીસ, LCB પશ્ચિમ કચ્છ ભુજ, SOG પશ્ચિમ કચ્છ ભુજ તેમજ ગઢશીશા પોલીસ સ્ટેશનના સ્ટાફનાઓ ની ટીમ બનાવવામાં આવી હતી. ગઈ કાલે કોમ્બીંગ ચાલુ હતું એ દરમ્યાન ગઈ રાત્રે પોલીસને મળેલી બાતમીને આધારે મઉ ગામની સીમમાં ગણેશ છેલો(વોકડો) માં બાવળની ઝાડીમાં સંતાયેલ હોવાની જાણ થઇ અને સમગ્ર પોલીસ કાફલો મળેલ બાતમીને આધારે આ જગ્યા એ રેઇડ પાડતા આરોપી કાસમ મામદ નો...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ