Skip to main content

Posts

Showing posts from May 22, 2018

સુરતના હીરાના વેપારીએ 100 કરોડનું ફૂલેકું ફેરવ્યું

હીરા ઉદ્યોગમાં છેલ્લા એક મહિનાથી સ્થિતિ સુધરી રહી છે પરંતુ બે દિવસ પહેલાં મહીધરપૂરા હીરા બજારમાં ઉદ્યોગ કરતા એક વેપારીના ગાયબ થઈ જવાથી તેના ઊઠી જવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ વેપારી પાસે સુરત અને મુંબઈના વેપારીઓના 100 કરોડથી વધુ રૂપિયા ફસાયા હોવાની ચર્ચા છે. હીરા ઉદ્યોગના સૂત્રો અનુસાર મુંબઈ અને સુરતના હીરાના વ્પારીઓ પાસે રફ હીરા ખરીદી કટિંગ અને પોલિશિંગ પછી સુરતમાં તેનું વેચાણ કરનાર વેપારી બે દિવસ પહેલાં ઓફીસ બંધ કરીને ગયો હતો પણ હજી સુધી પાછો ફર્યો નથી. લેણદારો તેની દુકાને પહોંચ્યા હતા અને આસપાસના દુકાનદારો પાસે માહિતી લીધી હતી. કોઈ ચોક્કસ જાણકારી ન મળતા લેણદારોએ તેના ઘરે જઈને અને તેના પરિચિતોની પણ પૂછપરછ કરી હતી પરંતુ કોઈ માહિતી મેળવી શક્ય ન હતા. લેણદારોએ તે વેપારીના મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેનો મોબાઈલ સ્વીચ ઓફ મળ્યો. લોકોને શંકા છે કે લેણદારોના પૈસા ચૂકવવાથી બચવા માટે તે ભાગી ગયો છે.

કર્ણાટકમાં રાજ કરવા 30-30 મહિનાની સત્તાની ફૉર્મ્યુલા?

કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે શપથગ્રહણ કરતા અગાઉ જનતા દળ (એસ)ના નેતા કુમારસ્વામી દિલ્હીમાં કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળી તેમની સાથે સરકારની રચના અંગે ચર્ચા કરી હતી.. કર્ણાટકના મુખ્ય પ્રધાન બનવાની તૈયારી કરી રહેલા જનતા દળ (એસ)ના નેતા એચ. ડી. કુમારસ્વામીએ રાજ્યમાંની યુતિના ભાગીદાર કોંગ્રેસ સાથે 30-30 મહિના સત્તાની વહેંચણી કરવાની યોજના ઘડાઇ રહી હોવાની માહિતી જાણવા મળી રહ્યું છે.  આમ છતાં, જનતા દળ (એસ)ના નેતા દિલ્હી જઇને યુપીએનાં નેતા સોનિયા ગાંધી અને કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને મળીને સરકારની રચના અંગે ચર્ચાવિચારણા કરી હતી અને તેઓને 23મી મેએ યોજાનારા શપથવિધિ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપવાના છે. કુમારસ્વામીએ જણાવ્યું હતું કે જનતા દળ (એસ) અને કોંગ્રેસના નેતાઓની વચ્ચે 30 - 30 મહિના માટે સત્તાની વારાફરતી વહેંચણી કરવા અંગે કોઇ ચર્ચાવિચારણા નથી થઇ. અગાઉ, કુમારસ્વામીના નેતૃત્વ હેઠળ 2006માં ભારતીય જનતા પક્ષ (ભાજપ) સાથે સત્તાની વહેંચણીની સમજૂતી સાથે સરકાર રચાઇ હતી. તે વખતે જનતા દળ (એસ) અને ભાજપ વચ્ચે 20-20 મહિના સત્તાની વહેંચણી કરવા સમજૂતી થઇ હતી. કર્ણાટકમાં ક

ભુજ ણી જી.કે . જનરલ હોસ્પીટલમાં નવજાત શિશુના મોત થી હોબાળો

ભુજ જી.કે જનરલ હોસ્પિટલ અનેક સમસ્યાઓના  કારણોસર ચર્ચામાં રહેતી હોય છે ત્યારે ફરી એક વખત નવજાત શિશુના મોત સંદર્ભે વિવાદ થયો છે ગંભીર હાલત માં ventiletor પર રહેલ એક નવજાત નું મોત થયું હતું ભુજ ના પ્રીતીબેનને બાળક જન્મ થયો હતો જોકે જનમ્યા બાદ બાળક રડ્યું ના હતું તેથી તેના મગજમાં ઓક્શીજન ન મળ્યું તેના કારણે બાળકને તરત આઈ.સી. યુ. માં ventiletor પર રાખવામાં આવ્યું હતું  સાંજે ૬ વાગ્યે બાળકએ અંતિમ શ્વાસ લીધા પરિવારજનોએ હોસ્પીટલની બેદરકારી થી બાળકનું મોત થયું હોવાનું જણાવી રોષ વ્યક્ત કર્યો હતો હોબાળાના કારણે લોકો એકઠા થઈ ગયા હતા

અબડાસાના ભાનાડા સીમમાં જમીન મુદે ધીંગાણું, ૧નુ મોત

અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા નજીક આવેલ ભાનાડા ગામની સીમમાં ચાર વર્ષ જુના જમીન બાબતના ઝગડામાં શીખ પરિવારો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થયું તેમાં એક નું મોત નીપજ્યું છે જેનું નામ મનજીત સિંઘ ચરણ સિંઘ ઉ.વ ૫૦ આશરે છે અને તેના બંને પુત્રોને પણ ઈજાઓ થઈ છે સામા પક્ષે પણ લોકો ઘવાયા છે  બનાવની જાણ થતા કોઠારા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોચી હતી. અનુમાન પ્રમાણે ઝગડામાં ફાયરીંગ થયા હોવાનું મનાઈ રહ્યું છે ઘાયલો અને મૃતકને ભુજ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે

ગેરકાયદે ખનિજ અને રેતી ખનન પર ‘ત્રિનેત્ર’ ડ્રોન થકી બાજ નજર રખાશે: વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ગેરકાયદે ખનન અને નદીઓમાંથી બિન અધિકૃત રીતે રેતી કાઢવાની પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખી લાલ આંખ કરવાની સંકલ્પબદ્ધતા સાથે ખાણ ખનિજ વિભાગની ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રીએ આ આધુનિક ટેક્નોલોજી વિનિયોગને ‘ત્રિનેત્ર’-ત્રીજા નેત્રની ઓળખ આપતા સ્પષ્ટપણે જણાવ્યું કે આ સરકાર કોઇ પણ પ્રકારની ભ્રષ્ટ પદ્ધતિઓ, ગેરકાયદે પ્રવૃત્તિઓ પર સતત નજર- સતર્કતા દાખવીને ભ્રષ્ટાચાર રહિત પારદર્શી શાસનના અડગ-નિર્ધાર સાથે વિચલિત થયા વગર કાર્યરત છે. મુખ્યમંત્રી રૂપાણીએ ખનિજ ચોરી પર અંકુશ મેળવવા અને આ પ્રવૃત્તિને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા ખનિજ સંવેદનશીલ વિસ્તારોમાં ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ ટેક્નોલોજીનો ઉપયોગ મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્યના વિવિધ વિભાગોની કામગીરી સમીક્ષા એક માસ સુધી સતત કર્યા બાદ પોલીસ, ખાણ ખનિજ સહિતના પ્રજાને સીધા સ્પર્શતા વિભાગોમાં ટેક્નોલોજીનો ઉપયોગ, સુસજ્જ મેનપાવર અને પારદર્શિતા-સંવેદનશીલતા માટે જે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યાં છે તેની ફલશ્રુતિએ આ ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ ટ