ભુજ જી.કે જનરલ હોસ્પિટલ અનેક સમસ્યાઓના કારણોસર ચર્ચામાં રહેતી હોય છે ત્યારે ફરી એક વખત નવજાત શિશુના મોત સંદર્ભે વિવાદ થયો છે ગંભીર હાલત માં ventiletor પર રહેલ એક નવજાત નું મોત થયું હતું ભુજ ના પ્રીતીબેનને બાળક જન્મ થયો હતો જોકે જનમ્યા બાદ બાળક રડ્યું ના હતું તેથી તેના મગજમાં ઓક્શીજન ન મળ્યું તેના કારણે બાળકને તરત આઈ.સી. યુ. માં ventiletor પર રાખવામાં આવ્યું હતું સાંજે ૬ વાગ્યે બાળકએ અંતિમ શ્વાસ લીધા પરિવારજનોએ હોસ્પીટલની બેદરકારી થી બાળકનું મોત થયું હોવાનું જણાવી રોષ વ્યક્ત કર્યો હતો હોબાળાના કારણે લોકો એકઠા થઈ ગયા હતા
કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)
Comments
Post a Comment