વિશ્વ બેંકે તેમ પણ કહ્યું કે નોટબંધી અને GST જેવાં ફેંસલાને કારણે અર્થવ્યવસ્થામાં ઘટાડો નોંધાયો હતો. વિશ્વ બેંકે આ વર્ષે ભારતીય અર્થવ્યવસ્થા 7.3% રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. સાથે જ કહ્યું છે કે નોટબંધી અને GST જેવાં નિર્ણયોની અસરથી મુક્ત થઈ અર્થવ્યવસ્થા ધીરે ધીરે જોર પકડી રહી છે. મોદી સરકારે 8 નવેમ્બર, 2016નાં રોજ નોટબંધી કરતાં 500 અને 1000ની નોટને ચલણથી બહાર કરી દીધી હતી. જે બાદ 1લી જુલાઈ, 2017થી ટેક્સ સુધાર માટે ગુ઼ડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરાયું હતું. આ નિર્ણયો પછી દેશનો વિકાસ દર 7%થી નીચે જતો રહ્યો હતો. વિશ્વ બેંકના અનુમાન મુજબ 2019 અને 2020માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7.5% રહેશે. બેંકે સાઉથ એશિયા ઈકોનોમિક ફોકસ રિપોર્ટમાં કહ્યું કે અર્થવ્યવસ્થાના વિકાસ દર 2017માં 6.7થી વધીને 7.3 રહ્યાં છે. જેમાં આગળ પણ સુધારો યથાવત રહેશે અને ખાનગી કંપનીઓને રોકાણનું તેમાં મહત્વનું યોગદાન રહેશે. વિશ્વ બેંકે તેમ પણ કહ્યું કે નોટબંધી અને GST જેવાં ફેંસલાને કારણે અર્થવ્યવસ્થામાં ઘટાડો નોંધાયો હતો. જેની સીધી અસર ભારતના નીચલા તબક્કે જોવા મળી. સરકારી આંકડા મુજબ 2017-18માં ત્રીજા ક...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ