ભુજ નગરપાલિકા ના સફાઈ કામદારોની લડત દિવસે ને દિવસે ઉગ્ર બની રહી છે અને આ લડતમાં અખિલ કચ્છ વાલ્મિકી સમાજ પણ જોડાયું હતું. આજે સફાઈ કર્મીઓએ કચ્છ જિલ્લા ભાજપની ઑફિસે જઈને ભુજ નગરપાલિકા ના શાસન વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી. આ લડતમાં જોડાયેલા કચ્છના વાલ્મિકી સમાજ આજે સમગ્ર કચ્છમાં સફાઈની કામગીરીથી અળગો રહ્યો હતો અને આ લડતને ટેકો આપ્યો હતો. છેલ્લા ૨૨ દિવસ થી ભુજ નગરપાલિકા ની કચેરી સામે દરરોજ ૫ સફાઈ કામદારો દ્વારા કરાતા પ્રતીક ઉપવાસ અને ૨૫૦ જેટલા સફાઈ કામદારોની આ લડતમાં હવે કચ્છના વાલ્મિકી સમાજે પણ ઝુકાવ્યું છે. એક બાજુ નગરપાલિકા નમતું જોખવા તૈયાર નથી તો બીજી તરફ ૨૫૦ જેટલા સફાઈ કામદારો તેમની માંગણી મજૂર ન થાય ત્યાં સુધી કામે ચડવા તૈયાર નથી. અખિલ કચ્છ વાલ્મિકી સમાજે કચ્છ ભાજપને આપેલી લેખિત રજુઆતમાં આક્ષેપ કર્યો છે કે પાલિકા ૨૫૦ સફાઈ કામદારો ને દર મહિને ૯૪૦૦ રૂપિયા લઘુતમ વેતન આપતી હતી તેનો ખર્ચ દર મહિને ૨૩ લાખ ૫૦ હજાર રૂપિયા થાય પણ ભુજ નગરપાલિકા એ સફાઈનો કોન્ટ્રાક્ટ ૪૬ લાખ રૂપિયામાં ખાનગી પાર્ટીને આપી દીધો છે. તો દર મહિને ૨૨ થી ૨૩ લાખ રૂપિયા શા માટે વધુ ચૂકવાય છે. વાલ્મિ...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ