Skip to main content

કચ્છમાં આવેલી બિરલા ગ્રુપની અલ્ટ્રાટ્રેક સિમેન્ટને ૨ કરોડ ૫૦ લાખનો દંડ..

આજે સિમેન્ટ ક્ષેત્રે પ્રખ્યાત એવી આદિત્ય બિરલા ગ્રુપની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને કચ્છ જિલ્લા ખાણ ખનીજ કચેરીએ મોટી રકમનો દંડ ફટકારતા કોર્પોરેટ ક્ષેત્રમાં હલચલ મચી ગઈ છે. આ અંગે મળતી માહિતી અનુસાર અબડાસાના વાયોર પાસે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને તેની લિઝની જમીન માંથી ખનિજના ઉત્ખનન સંદર્ભે થયેલી ફરિયાદ અનુસંધાને અંદાજિત ૨ કરોડ ૫૦ લાખ રૂપિયાનો દંડ કરાયો છે. 

અધિકારીશ્રી ના જણાવ્યા પ્રમાણે ખારાઈ ગામ નજીક આવેલી કંપનીની માઇનિંગ લીઝ લાઇમ સ્ટોન માટે મંજુર થયેલી છે. પણ, અહીં થી કંપનીએ કલે નું ઉત્ખનન કર્યું હતું. લાઇમ સ્ટોન ની રોયલ્ટી ના ભાવ ઓછા છે. જ્યારે કલે ની રોયલ્ટી ના ભાવ વધુ છે. એટલે, કલે ની રોયલ્ટી અલ્ટ્રાટેક કંપનીએ સરકારને ચુકવવી પડે પરંતુ એ રોયલ્ટી ની રકમ નહીં ચૂકવતા ખાણ ખનીજ કચેરી દ્વારા અંદાજિત ૨ કરોડ અને ૫૦ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. કંપની વિરુદ્ધ ૨૦૧૨ માં ફરિયાદ આવી હોવાનું જાણવા મળે છે.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments