Skip to main content

Posts

Showing posts from June 13, 2018

તરૂણ અવસ્થામાં શરીર સંબંધ સંમત્તીથી બાંધો તો પણ દસ વર્ષની સજા થાય..

દેવભૂમિ દ્વારકાની કોર્ટ દ્વારા પોક્સોના કેસમાં કરેલી સજાને પડકારતી અપીલની સુનવણી ગુજરાત હાઈકોર્ટના જસ્ટીશ એમ આર શાહ અને જસ્ટીશ વાય એ કોગેઝે સામે નિકળી હતી. જેમાં કોર્ટે ચુકાદા આપતા કહ્યું કે તરૂણ અવસ્થામાં પ્રેમ થાય તે દરમિયાન શરીર સંબંધ બંધાય તો પણ પોક્સોના કાયદા પ્રમાણે ઓછામાં ઓછી દસ વર્ષની સજા જ થાય કારણ કોર્ટ તરૂણ અવસ્થા ધ્યાનમાં રાખી સજા માફ કરી શકે નહીં. કોર્ટે નોંધ્યું કે, આ સજાને કારણે યુવાનીનો લાંબો દાયકો જેલમાં પસાર થાય છે તેની અસર કારર્કીદી ઉપર થતી હોવા છતાં કોર્ટ તેમાં કોઈ રાહત આપી શકે નહીં. હાઈકોર્ટે ભારત અને ગુજરાત સરકારને નિર્દેશ આપ્યો કે આ કાયદાની ગંભીરતા યુવાનો સમજે તે માટે અખબાર, ટેલીવીઝન, રેડીયો અને ચોપાનીયા દ્વારા લોકો સુધી આ કાયદાની સમજ પહોંચાડો. સાથે શિક્ષણ વિભાગને પણ તાકીદ કરી કે સ્કુલ અને કોલેજોમાં પણ આ અંગે જાગૃતિ અભિયાન કરો. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news liv

અંજાર એપીએમસી માર્કેટ યાર્ડ માં માલ ની આવક વધી છે

ખાસ કરીને કચ્છની પ્રખ્યાત કેસર કેરી અને કચ્છનો મીઠો માવો તરીકે પ્રખ્યાત એવી ખારેક ની માંગ વધવા પામી છે. અંજાર એપીએમસી માર્કેટ યાર્ડ ના વાઇસ ચેરમેન ના જણાવ્યા અનુસાર, દર વર્ષે કચ્છની કેસર કેરીના 50 થી 60 હજાર બોક્ષ આ માર્કેટ માં આવે છે. પરંતુ આ વર્ષે હવામાનના કારણે ઉત્પાદન ઘટ્યું છે. જેને કારણે આ વર્ષે 15 થી 17 હજાર કેસર કેરીના બોક્ષ ની આવક થઈ છે. કચ્છની કેસર કેરી એ પ્રખ્યાત છે અને એક્સપોર્ટ માટે મોટા ભાગના વેપારીઓ કચ્છની કેસર કેરીની પસંદગી કરે છે. આ વખતે ઉત્પાદન ઘટવાથી ખેડૂતોને આર્થિક ફટકો પડયો છે.        વાત કરીએ કચ્છના મેવા ની તો કચ્છના મીઠા મેવા તરીકે પ્રખ્યાત એવી ખારેક ની આ વર્ષે ઘણી માંગ છે. ખારેક નું આ વર્ષે પુષ્કળ ઉત્પાદન થયું છે. કચ્છની ખારેક એ દેશ વિદેશમાં કચ્છનો ડંકો વગાડે છે. આ વર્ષે 20 થી 25 હજાર બોક્ષ ખારેક ની આવક થઈ છે. કચ્છની ખારેક સ્વાદિષ્ટ અને મધુર હોય છે. કચ્છની ખારેક સૌરાષ્ટ્ર, દક્ષીણ ગુજરાત, મધ્ય ગુજરાત, મહારાષ્ટ્ર અને વિદેશો માં એક્સપોર્ટ થાય છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06

માં મોગલ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર સામે પાસાની કાર્યવાહી કરો : હાજી જુમા રાયમા

ફેસબુક પર માં મોગલ વિરૂદ્ધ અભદ્ર ટીપ્પણી કરનાર સામે પાસાની કાર્યવાહી કરવા મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ કલેકટરને પત્રથી રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે કચ્છમાં થોડા દિવસ શાંત રહયા પછી ફરી અસામાજિક તત્વો સક્રિય થયા છે. અને ફરી એકવાર ફેસબુકના માધ્યમથી દેવી શક્તિ માં મોગલ વિરૂદ્ધ અભદ્ર અને હિન કક્ષાના શબ્દોનો પ્રયોગ કરી સમગ્ર માનવજાતની લાગણીને ઠેસ પહોંચાડેલ છે. માટે આ અસામાજિક તત્વોની ધરપકડ કરી પોલીસ તેના વિરૂદ્ધ પાસાની કાર્યવાહી કરે કારણ કે પોલીસે થોડા સમય પહેલા આવા કૃત્યો આચરનાર વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવાનું જાહેર કર્યું હતું.   જેથી આવા લોકોમાં ભય ઉભો થવાથી થોડા સમય શાંત રહ્યા હતા અને હવે ફરીથી માથું ઉચકયું છે. ત્યારે પોલીસે ફક્ત જાહેરાત નહીં પણ અમલવારી કરી આવા તત્વોને પાઠ ભણાવવો પડશે. માટે આવું લખાણ કરનાર વિરુદ્ધ ટેકનીકલ એનાલીસીસ, આઇ.પી એડ્રેસ, ગુગલ જીમેઇલ તેમજ ફેસબુકની ડીટેઇલ પરથી આઇ.ડી ચલાવનાર ગુનેગારને શોધી જલદી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33,

બાગેશ્રી ટાઉનશીપ કૌભાંડ : નકલી રજાચીઠ્ઠી ઉપર મોટી લોન લેવાઈ!

ગાંધીધામ-મુન્દ્રા અને અંજાર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં રાજકીય છત્રછાયા હેઠળ આકાર પામેલી અનેક રેસીડેન્સીની મંજૂરી તથા પ્રક્રિયામાં નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરાયો છે. સરકારી તંત્રોના આંખ આડા કાનની નીતિના કારણે આવા ડેવલોપર્સના કારસ્તાનમાં સામાન્ય લોકો ભોગ બની રહ્યા છે.  ગયા મહિને બાગેશ્રી ટાઉનશીપના સંચાલકો દ્વારા જીડીએના ખોટા સહી-સિક્કા કરવા અંગે ગુન્હો દાખલ થતા હાલ લોકો આવી પ્રોપર્ટીઓ ખરીદતા વિચાર કરી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે જે ૧૯ પ્લોટની બનાવટી રજા ચીઠ્ઠી બનાવામાં આવી છે તે તમામની બેંકની લોન લેવામાં આવી હતી. અલગ-અલગ બેંકોએ પણ જેતે વખતે યોગ્ય રીતે ખરાઈ કર્યા વગર લોન આપી દીધી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હવે આ પ્લોટના માલિકો વિચિત્ર સ્થિતીમાં મુકાયા છે. આ અંગે મળતી વિગતો મુજબ વરસામેડી સીમ સર્વે નં. ૪૭૪માં બાગેશ્રી ટાઉનશીપના પ્લોટ નં. ૧૩૫થી ૧૫૪ સુધીની જીડીએની રજા ચીઠ્ઠી બનાવટી ઉપજાવવામાં આવી હતી. આ અંગે ખૂદ જીડીએ દ્વારા બાગેશ્રી ડેવલોપર્સના ડીરેક્ટર બીજલ મહેતા સામે જાલી દસ્તાવેજોનો ગુન્હો પણ નોંધાવાયો હતો. આ પ્રકારની છેતરપીંડીએ ગાંધીધામ સંકુલમાં વ્યાપક ચર્ચા થઈ રહી છે. ડીર

કચ્છમા બાંધકામની મંજૂરી રાજકોટથી મળશે..

સરકારે રાજ્યની નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સતા મંડળો માટેના નિયમોમાં મહત્વના ફેરફાર જાહેર કર્યા છે. જેમાં મકાનના બાંધકામ થી માંડીને ટાઉન પ્લાનર, કલમ ૨૫૭ હેઠળની નગરપાલિકાઓ સામેની ફરિયાદો સહિતના મુદ્દે મહત્વના ફેરફારો કર્યા છે. કલેકટર રેમ્યા મોહનના જણાવ્યાનુસાર સરકારે રાજ્યની તમામ નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સતા મંડળો માટે કમિશનર ઓફ મ્યુનિસિપાલટીનો અલાયદો વિભાગ શરૂ કર્યો છે. જે અંતર્ગત રાજ્યમાં અલગ ઝોન પાડવામાં આવ્યા છે, જેમાં કચ્છની છ નગરપાલિકાઓ ભુજ, માંડવી, અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર અને પાંચ સત્તા મંડળો ભાડા(ભુજ), આડા(અંજાર), જી.ડી.એ.(ગાંધીધામ), ભાડા(ભચાઉ) અને રાડા(રાપર) નો સમાવેશ સૌરાષ્ટ્ર ઝોનમાં કરાયો છે, એટલે આપણું કચ્છ નું હેડ ક્વાર્ટર રિજીઓનલ કચેરી રાજકોટ રહેશે એટલે કચ્છની છ નગરપાલિકાઓ અને ૫ શહેરી વિકાસ સત્તા મંડળો ની બાંધકામ મંજૂરી, DP અને રોડ રસ્તા જેવા વિકાસ પ્લાન, જિલ્લા કક્ષાની શહેરી વિકાસની કામગીરી સહિતની તમામ પ્રક્રિયાઓ રાજકોટ થી થશે. ઓન લાઇન પ્રક્રિયાના કારણે દરેકને સમયસર મંજૂરી મળશે અને કામગીરી પારદર્શક બનશે એવું કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું. આ ફેરફાર નવું મક

લખપતના ગુનેરીમાં બંધારા માટે 3.44 કરોડની ફાળવણી..

લખપત તાલુકાના ગુનેરી ગામે બંધારો બાંધવા ગુજરાત સરકારે 3.44 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. વીસ ચોરસ કિલોમીટર વિસ્તારના સ્ત્રાવક્ષેત્રને આવરી લેતાં આ બંધારામાં 25 મી. ઘન ફૂટ પાણીનો સંગ્રહ થઈ શકશે. તેનાથી 850 હેક્ટર જમીનને લાભ મળશે. (તસ્વીર માત્ર પ્રતીકાત્મક) તેની લંબાઈ 430 મીટર હશે. ગુજરાત સરકારના આ નિર્ણયથી છેવાડાના તાલુકાની જનતાને ફાયદો થશે. લખપત જેવા છેવાડાના તાલુકાની ચિંતા કરીને બંધારાના કામની મંજૂરી મળી છે. મંજૂરી બદલ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈએ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કચ્છ ભાજપ વતી આભાર વ્યક્ત કર્યો હતો. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com