Skip to main content

Posts

Showing posts from April 21, 2018

કચ્છના ખાવડા બન્નીના પ્રખ્યાત માવા માં અમુક લોકો નકલી માવા વેચતા હોય તેવી રાવ ઉઠી..

ભુજ તાલુકાના ખાવડા અને બન્ની વિસ્તારમાં મોટા પાયે માવાનું ઉત્પાદન થાય છે. આ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં માવાનું ઉત્પાદન થાય છે. પરંતુ માલધારી સંગઠને આક્ષેપ કર્યા હતા કે, તેમને માવાના યોગ્ય ભાવ મળતા નથી અને વેપારીઓ કચ્છ ના અસલી માવા વેચવાને બદલે અમદાવાદ માંથી સસ્તા ભાવે મળતો નકલી માવો વેચે છે અને આ અંગે તેમણે ભુજ ખાતે માવા ના વેપારીઓને ત્યાં રજૂઆતો કરી હતી. આ અંગે ભૂજ ના માવાના વેપારી નો સંપર્ક સાધતા, તેમણે નકલી માવો વેચવાની વાત નકારી હતી અને માવા ના ભાવ ઘટ્યા છે તે વાત ને તેમણે સમર્થન આપ્યું હતું. - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB Email : jaymalsinhjadeja@gmail.com

ક્ચ્છ માં છતી થઈ આરટીઓ અને પોલીસની બેદરકારી..

વાહનચાલકો કરે છે નિયમભંગ છતાં પોલીસ તંત્ર કરતું નથી કોઈ કાર્યવાહી.. ક્ચ્છ માં આરટીઓ અને પોલીસતંત્ર ની બેદરકારી સામે આવી છે કારણ છે પોલીસ દ્વારા નિયમોનું પાલન કરાવામાં આવતું નથી.  દ્વિચક્રી વાહનચાલકો માટે હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું અનિવાર્ય છે તથા ચાલુ ડ્રાઇવિંગ દરમ્યાન ફોન પર વાત ન કરવી, લાયસન્સ વગર ગાડી ન ચલાવવી, 18 વર્ષથી ઓછી ઉંમર ના બાળકોએ ગાડી ન ચલાવવી જેવા નિયમો પણ અસ્તિત્વ માં છે પરંતુ ભુજ શહેર માં વાહનચાલકોને આવા કોઈ નિયમો લાગુ જ ન પડતા હોય તેવું  લાગી રહ્યું છે કારણકે ભુજ શહેર માં મોટાભાગના વાહનચાલકો હેલ્મેટ પહેર્યા વિના જ ગાડી ચલાવે છે. જેના કારણે દિવસે દિવસે અકસ્માત ની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્તપણે વાહનચાલકોને નિયમોનું પાલન કરાવાય છે. પરંતુ ભુજ માં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી જ કરવામાં આવતી નથી. જેના કારણે ભુજમાં પોલિસ તંત્ર ની અને આરટીઓ ની બેદરકારી છતી થઈ છે. જે ભૂલ ના કારણે અનેક અકસ્માત સર્જાય છે. માર્ગ સુરક્ષા સલામતી સપ્તાહ દરમ્યાન મોટા ઉપાડે વાહનચાલકોને ટ્રાફિક ના નિયમોની સમજૂતી આપ

ભુજમાં રાજગોર યુવક પર આવારા તત્વોએ કર્યો છરી વડે હુમલો : યુવક જી.કે. માં દાખલ..

મહેશ પંડ્યા એ આપેલી માહિતી અનુસાર રાજગોર સમાજના યુવક વિવેક રાજગોર ને તળાવ શેરી ભુજમાં આવારા તત્વો એ છરી વડે જીવલેણ હુમલો કર્યો છે. મહેશ પંડ્યા એ વધુ વિગતો આપતા કહ્યું કે વિવેક રાજગોર જ્યાં કામ કરે છે ત્યાં એટલે કે તળાવ શેરી ખાતે પોતાની દુકાનમાં હતો. ત્યાં શેરીમાં ઘણા સમય થી અમુક આવારા તત્વો અવારનવાર મહિલાઓની છેડતી કરતા રહેતા હતા. ઘણા લોકો એ તેમને સમજાવાની કોશિસ કરી પરંતુ આ લોકો સમજ્યા નહિ. આજે એટલે કે તા. ૨૧-૪-૧૮ ના રોજ વિવેકે આ આવારા તત્વોને મહિલાઓની છેડતી કરતા રોકતા આ લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાના બીજા સાથીઓને બોલાવીને ૮ થી ૧૦ લોકો સાથે મળીને વિવેકને માર મારી ને છરી વડે હુમલો કર્યો હતો. રાજગોર સમાજના આગેવાન મહેશ પંડ્યા એ કહ્યું કે આવા વિધર્મીઓ અમારા સમાજને નિશાન બનાવી રહ્યા છે જે જરા પણ સાંખી નહિ લેવાય. તંત્ર આ બાબતે ઘટતું કરે તેવી માંગ કરાઈ હતી.. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી - મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. b