કરછ યુનિ.માં પ્રોફેસર બક્ષી ઉપર થયેલ હુમલાને લઈને યુનિ.સ્ટાફે રોષ ઠાલવ્યો: સખત કાર્યવાહી કરવાની માંગ કરી
ગઈ કાલે કરછ યુનિ.માં એબીવીપી ધ્વારા પ્રોફેસર બક્ષી ઉપર થયેલ હુમલા અને કાળી શાહી કે કેમીકલથી ચેહરાને કાળો કર્યો તે બાબતે શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે યુનિવર્સિટીની મુલાકાત દરમ્યાન સન્નાટો જોવા મળ્યો,ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફના ચેહરાઓ ઉપર ચિંતાની લકીરો જોવા મળી. ઉપકુલપતિ ચંદ્રસિંહ જાડેજાએ ગઈ કાલે બક્ષી ઉપર થયેલ હુમલાના બનાવથી સમગ્ર શિક્ષણ જગતને આંચકો લાગ્યો છે સૌ કોઈ દુખી છે. રજૂઆતની આ રીત વિદ્ધા મંદિરમાં શોભતી નથી સિક્યુરીટી વિદ્ધાર્થીઓ ઉપર શખ્તાઈ કરી ન શકે એબીવીપી ના કાર્યકરોએ અચાનક આ હુમલો કરતાં સિક્યુરીટીએ તેમની ફરજ બજાવી છે.આ બનાવ બાદ યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે કે હુમલો કરનાર તમામ વિદ્ધાર્થીઓ ઉપર કાર્યવાહી કરવી અને એફઆરઆઇ લખાવી છે.સીસીટીવી ફૂટેજના આધારે વિદ્ધાર્થીઓની ઓળખ થઈ રહી છે બાકી કોઈ પણ રીતે અશિસ્ત ચલાવી લેવાશે નહીં અને ચૂટણી પણ સમયસર થશે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group: maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 ...