કંડલા બંદરેથી જીવીત પશુઓની નિકાસ કાર્યવાહી તાત્કાલિક અસરથી સ્થગિત કરતા શ્રી વિજયભાઈ રૂપાણી • ભારત સરકાર અને એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડીયાએ પ્રસિધ્ધ કરેલી સૂચનાઓને પગલે આ માર્ગદર્શીકાના ધારાધોરણો ન સંતોષાયત્યાં સુધી તાત્કાલિક અસરથી જીવીત પશુઓની નિકાસ ટૂંણા – કંડલા બંદરેથી નહીં થાય. • પ્રિવેન્શન ઓફ એનિમલ ક્રુઅલ્ટી એક્ટના કડક અમલ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ - જીવીત પશુઓની નિકાસ નહીં કરવા દેવા અપ્યા આદેશ. • કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાઓ અંગેની પૂર્તિ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ગુજરાતમાંથી જીવીત પશુઓની નિકાસ નહીં કરવા દેવાના નિર્ણયની કેન્દ્રિય મંત્રીશ્રીને પત્ર પાઠવી મુખ્યમંત્રીએ આપી જાણકારી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ તુણા – કંડલા બંદરેથી જીવિત પશુઓની નિકાસ તાત્કાલિક અસરથી સ્થાગીત કરવાનો અબોલ પશુજીવ સંવેદના સ્પર્શી નિર્ણય કર્યો છે. તાજેતરમાં જીવતા પશુઓની નિકાસ સંદર્ભે ભારત સરકાર અને એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડીયાએ પ્રસિધ્ધ કરેલી સૂચનાઓને અનુલક્ષીને જ્યાં સુધી ગુજરાતમાં આ માર્ગદર્શીકા પ્રમાણેના ધારા-ધોરણો ન સંતોષાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી જીવીત પશુઓની નિકાસ થઈ શકશે નહીં તે...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ