જમ્મુ અને કાશ્મીરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. દિલ્હીમાં ભાજપના નેતાઓની એક બેઠક મળી હતી, જેમાં પીડીપી સાથેનું ગઠબંધન તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રદેશના નેતાઓના કહેવા પ્રમાણે, પ્રધાનોએ રાજીનામું આપી દીધું છે અને આ અંગે રાજ્યપાલને પણ જાણ કરવામાં આવી છે. કેન્દ્રીય નેતૃત્વના પગલાનું અમે સ્વાગત કરીએ છીએ. પીડીપીના નેતા નઇમ અખ્તરે સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું હતું કે મહેબૂબા મુફ્તી રાજીનામું આપી દેશે અને સાંજે પત્રકારો સાથે વિસ્તૃત વાત કરશે. બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના નાયબ મુખ્ય મંત્રી કવિન્દર ગુપ્તા, ત્યાંના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકની અધ્યક્ષતા અમિત શાહે કરી હતી. જમ્મુ અને કાશ્મીર ભાજપના પ્રભારી રામ માધવે કહ્યું હતું, "પીડીપી સાથે આગળ વધવું મુશ્કેલ બની ગયું હતું. ગઠબંધન બનાવવાનો મુખ્ય ઉદ્દેશ પ્રદેશમાં શાંતિ અને વિકાસનો હતો. જમ્મુ-કાશ્મીરના ત્રણેય ભાગમાં (જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ) વિકાસ કરવાનું તેમનું લક્ષ્ય હતું. જેમાં ભારે પ્રમાણમાં કાશ્મીરમાં ઘાટીમાં આતંકવાદ વધ્યો છે અને કટ્ટરવાદ વકર્યો છે. માધવે ઉમેર્યું હતું કે રમઝાન મહિનામાં અમે શાંતિ સ...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ