લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં હજુ સુધી મુખ્ય સુત્રધાર હાથમાં આવ્યો નથી ત્યારે આજે વધુ પાંચ શકમંદોની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં ભાજપના અરવલ્લી જીલ્લા મહામંત્રી જયેન્દ્ર રાવલ સહીત રૂપલ શર્મા અને મનહર પટેલના સંપર્કમાં રહેલા આ શકમંદો પાસેથી પોલીસને વધુ વિગતો મળે તેવી શક્યતા છે. જ્યારે પોલીસની પકડથી દુર રહેલા યશપાલસિંહ સોલંકીના પત્ની દિવ્યાબાએ જણાવ્યું છે કે, મારા પતિ દિલ્હી જઈ શકે તેટલા પૈસા પણ નથી, પરંતુ કોઈ મોટા માથાંએ તેમને ફસાવ્યા છે. લોકરક્ષક પેપર લીક કૌભાંડ આજે ત્રીજા દિવસે પણ સતત ચર્ચાસ્પદ રહ્યું છે. જેમાં ગઈકાલે પકડાયેલા ચાર આરોપીઓને ૧૦ દિવસના રિમાન્ડ પર લીધા બાદ આજે બીજા પાંચ શકમંદોની અટકાયત કરવામાં આવી છે. ૧૦ દિવસ પહેલા ભાજપના આગેવાન મનહર પટેલ તેમજ શ્રી રામ હોસ્ટેલની રેક્ટર રૂપલ શર્મા સાથે સંપર્કમાં રહેલા ભાજપના અરવલ્લી જીલ્લા મહામંત્રી જયેન્દ્ર રાવલની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ ઉપરાંત ભાજપના અગ્રણી અને આરોપી મુકેશ ચૌધરીના ભાઈ નરેન્દ્ર ચૌધરી, અજયસિંહ પરમાર, ઉત્તમસિંહ ભાટી, ચૌધરી તેમજ રમોસના પ્રીતેશ પટેલની અટકાયત કરવામાં આવી છે. પોલીસ ...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ