Skip to main content

લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં જાણો વધુ કેટલા શકમંદો પકડાયા : મુખ્ય સૂત્રધાર હજુ ફરાર..

લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં હજુ સુધી મુખ્ય સુત્રધાર હાથમાં આવ્યો નથી ત્યારે આજે વધુ પાંચ શકમંદોની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં ભાજપના અરવલ્લી જીલ્લા મહામંત્રી જયેન્દ્ર રાવલ સહીત રૂપલ શર્મા અને મનહર પટેલના સંપર્કમાં રહેલા આ શકમંદો પાસેથી પોલીસને વધુ વિગતો મળે તેવી શક્યતા છે. જ્યારે પોલીસની પકડથી દુર રહેલા યશપાલસિંહ સોલંકીના પત્ની દિવ્યાબાએ જણાવ્યું છે કે, મારા પતિ દિલ્હી જઈ શકે તેટલા પૈસા પણ નથી, પરંતુ કોઈ મોટા માથાંએ તેમને ફસાવ્યા છે.

લોકરક્ષક પેપર લીક કૌભાંડ આજે ત્રીજા દિવસે પણ સતત ચર્ચાસ્પદ રહ્યું છે. જેમાં ગઈકાલે પકડાયેલા ચાર આરોપીઓને ૧૦ દિવસના રિમાન્ડ પર લીધા બાદ આજે બીજા પાંચ શકમંદોની અટકાયત કરવામાં આવી છે. ૧૦ દિવસ પહેલા ભાજપના આગેવાન મનહર પટેલ તેમજ શ્રી રામ હોસ્ટેલની રેક્ટર રૂપલ શર્મા સાથે સંપર્કમાં રહેલા ભાજપના અરવલ્લી જીલ્લા મહામંત્રી જયેન્દ્ર રાવલની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ ઉપરાંત ભાજપના અગ્રણી અને આરોપી મુકેશ ચૌધરીના ભાઈ નરેન્દ્ર ચૌધરી, અજયસિંહ પરમાર, ઉત્તમસિંહ ભાટી, ચૌધરી તેમજ રમોસના પ્રીતેશ પટેલની અટકાયત કરવામાં આવી છે.
પોલીસ દ્વારા આ શકમંદોની સઘન પુછપરછ કરી કયાં, કેટલા રૂપિયામાં અને કોની સાથે લેવડદેવડ થઇ તેની વિગતો મેળવવામાં આવી રહી છે.
જ્યારે આ ઘટનામાં હજુ સુધી પોલીસના હાથમાં નહીં આવેલો યશપાલસિંહ ૨૯ નવેમ્બરે બાય રોડ મનહર પટેલ સાથે દિલ્હી ગયો હતો. જેમાં યશપાલસિંહને આ પેપર આપવા માટે મનહરે રૂપિયા એક કરોડ આપવાનું નક્કી થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. જ્યારે આ કૌભાંડમાં શ્રી રામ હોસ્ટેલ ઉપરાંત ગાંધીનગર નજીક ચિલોડા પાસે ધણપ ગામ નજીક આવેલી એક હોટલમાં પણ બેઠકો યોજાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ કૌભાંડમાં મનહર પટેલના મિત્ર જયેન્દ્ર રાવલને ક્રાઈમ બ્રાંચે દબોચી લેતા ભાજપે તેને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધો છે.

Android App - maa news
YouTube - maa news live
Fb page - maa news live page
Fb group : maa news live group
Twitter - @jaymalsinhB
Email - jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287 48643
97252 06127
CUG Number - 97252 06123 to 37
72260 06124 to 33

મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા.
(Lady Instructor for Lady Student)

મા ગૌશાળા :
દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર  ,
ઘી 1000 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર

મા ડ્રિંકિંગ વોટર :
20 રૂપિયામાં 20 લીટર

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv