નાણાકીય વર્ષ ૨૦૧૮-’૧૯ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક મહિના માટે લંબાવીને ૩૧ ઓગસ્ટ કરવામાં આવી છે. નવા ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ એપ્રિલમાં નોટીફાઇ કરવામાં આવ્યા હતા અને જે કરદાતાઓના એકાઉન્ટ માટે ઓડિટની જરૂર નથી તેમને ૩૧ જુલાઈ સુધી આઇટીઆર ઇ-ફાઇલ કરવાની મંજૂરી હતી. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તમામ બાબતોનો વિચાર કર્યા પછી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ કરદાતાઓની આ કેટેગરી માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઇના બદલે લંબાવીને ૩૧ ઓગસ્ટ ૨૦૧૮ કરી છે.” વિલંબિત રિટર્ન માટે પેનલ્ટીની જોગવાઇ કરી હતી તેના કારણે છેલ્લાં થોડાં દિવસોથી કરદાતાઓ અને ટેક્સ પ્રેક્ટિશનરો ભારે તણાવમાં હતા. જોકે, ગુરુવારે સરકારે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ એક મહિનો લંબાવીને ૩૧ ઓગસ્ટ કરી છે તેના કારણે કરદાતાઓને રાહત મળી છે. સરકારે જાહેર કર્યું હતું કે ૩૧ જુલાઇ બાદ રિટર્ન ભરનારા કરદાતાની આવક રૂ. ૫ લાખથી ઓછી હોય તો તેમના માટે રૂ. ૧,૦૦૦ દંડ રહેશે. જે કરદાતા રૂ. ૫ લાખથી વધારે આવક ધરાવતા હોય તેઓ ૧ ઓગસ્ટથી ૩૧ ડિસેમ્બર દરમિયાન રિટર્ન ફાઇલ કરશે ...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ