Skip to main content

IT રિટર્ન્સ 31 ઓગસ્ટ સુધી ભરી શકાશે..

નાણાકીય વર્ષ ૨૦૧૮-’૧૯ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક મહિના માટે લંબાવીને ૩૧ ઓગસ્ટ કરવામાં આવી છે. નવા ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ એપ્રિલમાં નોટીફાઇ કરવામાં આવ્યા હતા અને જે કરદાતાઓના એકાઉન્ટ માટે ઓડિટની જરૂર નથી તેમને ૩૧ જુલાઈ સુધી આઇટીઆર ઇ-ફાઇલ કરવાની મંજૂરી હતી. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તમામ બાબતોનો વિચાર કર્યા પછી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ કરદાતાઓની આ કેટેગરી માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઇના બદલે લંબાવીને ૩૧ ઓગસ્ટ ૨૦૧૮ કરી છે.”

વિલંબિત રિટર્ન માટે પેનલ્ટીની જોગવાઇ કરી હતી તેના કારણે છેલ્લાં થોડાં દિવસોથી કરદાતાઓ અને ટેક્સ પ્રેક્ટિશનરો ભારે તણાવમાં હતા. જોકે, ગુરુવારે સરકારે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ એક મહિનો લંબાવીને ૩૧ ઓગસ્ટ કરી છે તેના કારણે કરદાતાઓને રાહત મળી છે. સરકારે જાહેર કર્યું હતું કે ૩૧ જુલાઇ બાદ રિટર્ન ભરનારા કરદાતાની આવક રૂ. ૫ લાખથી ઓછી હોય તો તેમના માટે રૂ. ૧,૦૦૦ દંડ રહેશે. જે કરદાતા રૂ. ૫ લાખથી વધારે આવક ધરાવતા હોય તેઓ ૧ ઓગસ્ટથી ૩૧ ડિસેમ્બર દરમિયાન રિટર્ન ફાઇલ કરશે તો તેમણે રૂ. ૫,૦૦૦ દંડ ચૂકવવો પડશે અને ૧ જાન્યુઆરી બાદ તેમણે રૂ. ૧૦,૦૦૦ દંડ ચૂકવવાનો રહેશે. જોકે, હવે ૩૧ ઓગસ્ટ સુધી આ પેનલ્ટી ટળી ગઇ છે.

આઇટીઆર ભરવાના ફોર્મ્સ અંગે ટૂંકી માહિતી

આઇટીઆર ૧ સહજ
ભારતમાં સામાન્ય રહેવાસી જે જેમની આવક પગારથી થતી હોય, એક ઘર હોય, અન્ય સ્ત્રોતો અને રૂ. ૫૦ લાખ સુધીની કુલ આવક ધરાવતા કરદાતાઓને અમલી બને છે.

મૂડી લાભ અથવા એચયુએફમાંથી આવક અથવા એકથી વધુ ઘરો અથવા વિદેશી અસ્કયામત અથવા આવક ધરાવતા અથવા રૂ. ૫૦ લાખથી વધુ આવક ધરાવતી વ્યક્તિઓએ આ ફોર્મ ભરવું પડશે.

આઇટીઆર-૩

પગારમાંથી કોઇ આવકની સાથે વ્યવસાય અથવા વેપારમાંથી લાભ અને મૂડી લાભમાંથી થતી આવક મેળવતી વ્યક્તિઓ અને એચયુએફને લાગુ પડે છે. ઘરની મિલ્કત અથવા મૂડી લાભ અથવા અન્ય સ્ત્રોતોમાંથી મળતી આવક પણ તેમાં સામેલ છે.

આઇટીઆર-૪ સુગમ

રહેવાસી કરદાતા (વ્યક્તિગત, એચયુએફ, એલએલપી સિવાયની કંપની) કે જેમણે આવક વેરા કાયદા. ૧૯૬૧ની કલમ ૪૪એડી, ૪૪એડીએ અને ૪૪એઇ હેઠળ સંભવિત આવક સ્કીમ અપનાવી હોય તેમના માટે આ ફોર્મ છે.

આઇટીઆર-૫

એક સંસ્થા, એલએલપી, એઓપી/બીઓઆઇ, પ્રાઇવેટ ડિસ્ક્રેશનરી ટ્રસ્ટ અને કલમ ૨ (૩૧)માં ઉલ્લેખ કરાયેલી આર્ટિફિશિયલ જ્યુરીડિસલ પર્સન, કોઓપરેટિવ સોસાયટી અને સ્થાનિક સત્તામંડળ હોય તેવી વ્યક્તિએ આ ફોર્મનો ઉપયોગ કરી શકે છે.

આઇટીઆર-૬

આવક વેરા કાયદાની કલમ ૧૧ હેઠળ મુક્તિનો દાવો ન કરતી હોય તે કંપની દ્વારા ફોર્મનો ઉપયોગ કરી શકાય છે. 

આઇટીઆર-૭

કલમ ૧૩૯ (૪ એ) અથવા ૧૩૯ (૪ બી) અથવા ૧૩૯ (૪ સી) અથવા ૧૩૯ (૪ ડી) અથવા ૧૩૯ (૪ઇ) અથવા ૧૩૯ (૪ એફ) હેઠળ આવતી કંપનીઓ સહિતની વ્યક્તિઓને ભરવાની રહેશે. મૂળ તો આ ફોર્મ એક્ટની કલમ ૧૧ હેઠળ મુક્તિનો દાવો કરતાં ટ્રસ્ટો, રાજકીય પક્ષો, મ્યુચ્યુઅલ ફંડો, સિક્યુરાઇટેઝશન ટ્રસ્ટ અને અન્ય ચોક્કસ કરદાતાઓએ ભરવાનું રહેશે.

Android App - maa news
YouTube - maa news live
Fb page - maa news live page
Fb group: maa news live group
Twitter - @jaymalsinhB
Email - jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287 48643
97252 06127
CUG Number - 97252 06123 to 37
72260 06124 to 33

મા ડ્રાઈવીંગ સ્કૂલ : 
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.

મા ગૌશાળા: 
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર, 
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર 

મા ડ્રિંકિંગ વોટર: 
15 રૂપિયામાં 20 લીટર

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv