Skip to main content

Posts

Showing posts from February 16, 2018

મમુઆરામાં બાળકી ઉપર ગરમ પાણીથી હુમલો

🖋 મમુઆરામાં ઘર ખાલી કરવાનું કહેતાં ગરમ પાણી અને પથ્થરથી હુમલો કરતાં બાળકીને હોસ્પિટલમાં ખસેડાઈ ભુજ તાલુકાનાં મમુઆરા ગામમાં એક એવી ઘટનાં બની જે જાણીને કોઈ પણ કઠોર હૃદય ની વ્યક્તિ પણ ધ્રુજી જાય. બાળક ભગવાનનું સ્વરૂપ ગણાય છે , પણ જ્યારે એમનાં ઉપર ગરમ પાણીથી હુમલો થાય તો કોઈ પણ વ્યક્તિના મોઢામાંથી અરરર શબ્દ નીકળી જાય. ( Video : કચ્છની પ્રથમ 24 કલાકની અને બહોળો ફેલાવો ધરાવતી ચેનલ : Maa Ashapura News ) મમુઆરામાં મકાન માલિક નેણબાઈ જ્યારે ભાડુઆતને મકાન ખાલી કરવાનું કહ્યું તો ભાડુઆત ભવાન કરશન મહેશ્વરી, જશોદાબેને પથ્થર ઘા કરી ને મકાન માલિક નેણબાઈ ઉપર હુમલો કર્યો હતો. નેણબાઈ જ્યારે કહ્યું કે આપ ભાડું આપો અથવા મકાન ખાલી કરો તો ભાડુઆત હાથમાં ગરમ પાણી લઈને આવી ચડતા , ગભરાયેલા નેણબાઈ બચવા જતાં ગરમ પાણી એમની દેરની નાની છોકરી ઉપર પડતાં એમને સારવાર માટે જીકે અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewslive. blogs

સુમરાસર વાડી વિસ્તાર પાસે થી ૬૬,૮૦૦ ના મુદામાલ સાથે ૧૭ જુગારીઓ ઝડપાયા..

૬૬,૮૦૦ ના મુદામાલ સાથે ૧૭ ઇસમોની અટક કરવામાં આવી.. ભુજ બી ડીવીઝન પોલીસ સ્ટેશન હેઠળ ૧૬-૨-૧૮ ના રોજ સુમરાસર વાડી વિસ્તાર માંથી જુગાર રમતા ૧૭ ઈસમોને ઝડપી પાડવા માં આવેલ છે. જુગાર ધારા ની કલમ ૧૨ મુજબ તેમની અટક કરવામાં આવી છે. અટક કરાયેલ ૧૭ ઇસમો ધાણીપાસના પકડાયેલ આ જુગારમાં રોકડા રૂ. ૩૯,૬૦૦/- તથા મોબાઈલ ફોન નંગ ૧૭ કીમત રૂ. ૨૭,૦૦૦ તેમજ અન્ય કુલ ૬૬,૮૦૦ ના મુદામાલ સાથે (૧) મામદ હુસેન ઉર્ફે મમલો સુમરા, (૨) જુસબ ઈબ્રાહીમ સમેજા, (૩) અકબર દાઉદ લોઢીયા, (૪) સલીમ હુસેન લુહાર, (૫) રહીમ જુમા સમેજા, (૬) ઉમર જુમા સમેજા, (૭) મજીદ સાલેમામદ શેખ, (૮) જુસબ આમદ મંધરીયા, (૯) જુમા લધા કાસમ સમેજા, (૧૦) હારુન અબ્દુલા કુંભાર, (૧૧) સિધિક ઓસમાણ મોખા, (૧૨) આધમ ખમીશા મોખા, (૧૩) મુસ્તાક અમીન શેખ, (૧૪) રહીમતુલા નુરમામદ ભટ્ટી, (૧૫) ઈબ્રાહીમ દાઉદ ધલ, (૧૬) મુસ્તાક સુમાર અબ્દુલા, (૧૭) પ્રવીણસિંહ ઉર્ફે પથુભા ચમનસિંહ જાડેજા નામક ૧૭ ઇસમોની અટક કરવામાં આવેલ છે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી મા આશાપુરા ન્યુઝ , ભુજ કચ્છ , ભારત. 94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33, Youtube : maa news live,