Skip to main content

Posts

Showing posts from January 7, 2018

પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર : ભુજમાં કાર્યરત તાલીમ કેન્દ્ર

પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર : જિલ્લાનું એકમાત્ર તાલીમ કેન્દ્ર ભુજમાં આજે જ્યારે ટેકનોલોજી યુગમાં રોજગારી એક અવસર સાથે પડકાર પણ બન્યો છે , ત્યારે જે યુવા માં કૌશલ છે કંઈક કરવાની ખેવના છે તેવા યુવક અને યુવતી રોજગાર અને આવક થી વંચિત ના રહે તે ઉમદા હેતુ સાથે ભારત સરકાર ના માત્ર ચિંતિત છે પરંતુ ચિંતા સાથે કોઈપણ ભારતીય નાગરિક આર્થિક રીતે પગભર થઈ પોતાની અંદર રહેલી ક્ષમતા અને કૌશલનાં માધ્યમથી આવક મેળવે તે માટે સમગ્ર ભારતમાં પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર અંતર્ગત વિવિદ્ય જિલ્લામાં વિવિધ કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે જેમાં કચ્છ જિલ્લામાં એકમાત્ર તાલીમ કેન્દ્ર ભુજ મધ્યે અધ્યતન વિશાળ સંકુલમાં શરૂ કરી દેવાયું છે. યુવાનો સ્વાનિર્ભર બને તે માટે આપણા દેશમાં એક મહત્વપૂર્ણ કૌશલ વિકાસ યોજના નો પ્રારંભ થઇ ગયો છે. ભારતનાં પ્રધાનમંત્રી શ્રી દ્વારા દેશમાં પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર ની સ્થાપના કરીને અત્યાર સુધી લાખો ભારતીયો સ્વરોજગાર માં પદાર્પણ કરી દીધું છે . પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર યોજના ની અંદર દેશમાં ૨૦૨૨ માં વર્ષ  સુધી ૨૪ લાખ યુવક/યુવતીઓ ને તાલીમ આપવામાં આવશે