Skip to main content

Posts

Showing posts from June 5, 2018

હવે ટ્રેનમાં લિમિટથી વધારે સામાન હશે તો થશે દંડ

રિઝર્વેશન કોચમાં નિશ્રિત મર્યાદાથી વધારે સામાન લઈ જનારા યાત્રીઓ પર રેલવે હવે લગામ કસશે. એ માટે રેલવે દેશભરના તમામ રેલવે ઝોનમાં 8થી 22 જૂન સુધી એક અભિયાન ચલાવી રહ્યું છે. એ હેઠળ યાત્રીઓ પર નજર રાખવામાં આવશે, ખાસ કરીને જે નિર્ધારિત વજન મર્યાદાથી વધારે સામાન લઈને આવાગમન કરે છે. જાણો કેટલો લઈ જઈ શકાય સામાન  1. ફસ્ટ એસીમાં 70 કિલો છે જ્યારે વધુંમાં વધું છૂટ 15 કિલો છે. સેકન્ડ એસીમાં 50 કિલો સામાન લઈ જઈ શકાય છે. જ્યારે વધું છૂટ 10 કિલો છે. થર્ડ એસીમાં વધુંમાં વધું 40 કિલો સામાન લઈ જઈ શકાય છે. જ્યારે વધારાની છૂટ 10 કિલો છે. જનરલ ક્લાસમાં મફત સામાન લઈ જવાની સીમા 35 કિલો છે. અને વધારાની છૂટ 10 કિલો છે. વધારે સામાન લઈ જાવાથી શું થશે સજા? આ વિશે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ તમામ શ્રેણીઓમાં નિઃશુલ્ક મર્યાદાથી વધારે સામાન યાત્રી બુક કરાવીને લઈ જાય અને જો જવાના સ્થળે પહોંચ્યા પછી તપાસ દરમિયાન યાત્રી પાસે મફત સામાન લઈ જવાની છૂટથી વધારે સામાન જોવા મળશે તો વધારાના સામાન પર પાર્સલ ચાર્જ પર 6 ગણો વધારે અથવા ઓછામાં ઓછો 50 રૂપિયા દંડ વસુલવામાં આવશે. - મા આશાપુરા ન્યુઝ, ભુજ કચ્છ , ભારત. 94287 48643

રામાણીયા- બેરાજા રોડ પર વાયુસેનાનુ જગુઆર વિમાન ક્રેશ, 3 કિમી વિસ્તારમાં ફેલાયો કાટમાળ

આજે જામનગરથી ઉડાન ભરીને કચ્છ તરફ આવેલા વાયુસેનાનું જગુઆર ફાઇટર વિમાન દૂર્ધટનાગ્રસ્ત થયું હતું. પ્લેન ક્રેશ થયું તેમાં પાયલોટ સંજય ચૌહાણ શહીદ થયા હતા. પ્લેનનો તુટી પડેલો કાટમાળ 3 કિલોમીટર હિસ્સામાં ફેલાયો હતો. મુંદ્રાના બેરાજા ગામના ગૌચરમાં વિમાન તૂટી પડતાં અનેક ગાયોના મોત નિપજ્યા હતા.. એર કમાન્ડર સંજય ચૌહાણ પોતાની રોજિંદી ટ્રેઈનિંગના ભાગરૂપે જામનગરથી ઉડાન ભરી હતી. બેરાજાની સીમમાં એરફોર્સનું વિમાન તૂટી પડ્યાની ઘટનાની જાણ થતાં જામનગર એરફોર્સના અધિકારીઓ ઘટનાસ્થળે જવા રવાના થયા હતા. સવારે સાડા દસ વાગ્યે દૂર્ઘટના થઈ હતી. બેરાજા નજીક હનુમાન ટેકરી વિસ્તારમાં પ્લેન તૂટી પડ્યું હતું. પ્લેન જે સ્થળે ક્રેશ થયું હતું તે સ્થળે ગાયોનું ધણ ચરી રહ્યું હતું. જેથી ઘણી ગાયોના મોત નિપજ્યા છે. ઘટનાસ્થળની નજીક પશુઓને ચરાવી રહેલા માલધારીઓએ પશુઓને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પ્લેન સીધું જ ગાયોના ધણ પર પડ્યું હતું. જેમાં 5 ગાયોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. કયા કારણોસર આ દૂર્ઘટના સર્જાઇ તે અંગે હજુ જાણી શકાયું નથી આ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. - મા આશાપુરા ન્યુઝ, ભુજ કચ્છ , ભારત.

ગ્વાટેમાલા : જ્વાળામુખી ફાટતા 65નાં મોત, 17 લાખ લોકોને અસર

ગ્વાટેમાલામાં ફુગો જ્વાળામુખીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં મૃતાંક વધ્યો છે. આજે બીજા દિવસે પણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. રાહત અને ઈમરજંસી વિભાગના પ્રવક્તા ડેવીડ ડી લિયોને જણાવ્યું હતું કે, પીડિતોની શોધખોળ દરમિયાન અનેક મૃતદેહો મળી આવ્યાં હતાં. જ્વાળામુખી ફાટવાથી નિપજેલા મોતની સંખ્યા 65 થઈ ગઈ છે. આ ઘટનામાં 46 લોકો ઘાયલ થયાં છે જેમાં પણ મોટા ભાગની હાલત ગંભીર જણાવાઈ રહી છે. જ્વાળામુખી ફાટવાની ઘટના કેટલી ભયાનક હશે તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય કે 17 લાખ લોકોને અસર પહોંચી છે. 3,271 લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. ગત રવિવારે ગ્વાટેમાલામાં 3,763 મીટર ઉંચા ફુગો જ્વાળામુખીમાં ભારે વિસ્ફોટ થયો હતો. આ સાથે જ જ્વાળામુખીમાંથી મોટા પ્રમાણમાં લાવા અન રાખ બહાર આવ્યાં હતાં. જે આસપાસના વિસ્તારમાં ફેલાતા મોટા પ્રમાણમાં નુંકશાન થયું હતું. જ્વાળામુખી ફાટવાના કારણે અત્યાર સુધીમાં જ 65 લોકોના મોત નિપજ્યાં છે. હજી પણ મૃતાંક વધી શકે છે. ગ્વાટેમાલાની ઈનરજંસી મેનેજમેંટ એજંસીના સર્ગિયો કબાનાસે જણાવ્યું હતું કે, અનેક લોકો લાપતા થયા છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટરેસે જણાવ્યું હત