Skip to main content

Posts

Showing posts from February 20, 2018

કચ્છ જિલ્લા કોંગ્રેસે પાટણ ઘટનાને વખોડી આવેદનપત્ર આપ્યું.

પાટણ જિલ્લામાં દલિત વ્યક્તિ દ્વારા થયેલા આત્મવિલોપન વખતે સરકારશ્રીએ સમાધાન મુજબ જે આશ્વાસનો આપ્યા હતા તેનો તાત્કાલિક ધોરણે અમલ થાય : કોંગ્રેસ   રાજ્યમાં દલિતો પર અત્યાચાર ના ગુનાઓ વધી રહ્યા છે.તે અંગે કાર્યવાહી કરીને અત્યાચારના બનાવો રોકવામાં આવે તેવી માંગ સાથે આજે ભુજની જિલ્લા કલેકટર કચેરી ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર પાઠવ્યું હતું.કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ પાટણની  ઘટનાને વખોડી કાઢી હતી.જેના માટે તેઓએ આજે ભુજ ખાતે પ્રતીક ધરણા પ્રદર્શન અને રેલી યોજીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જમીનોના કાયદેસરના હુકમ થયા હોય અને તે માટેની ભરવાપાત્ર રકમ પણ ભરપાઈ થઈ ગઈ હોય છતાં તેમને જમીનનો કબ્જો પ્રાપ્ત ન થાય તો તે રાજ્યના વહીવટીતંત્ર માટે શરમજનક બાબત કહી શકાય તેમ છે. પાટણની કલેકટર કચેરી ખાતે આત્મવિલોપન કરનાર  સ્વ.ભાનુભાઈ વણકરના આત્મવિલોપન માટે જે કોઈ અધિકારી જવાબદાર હોય તેની સામે સખ્ત કાર્યવાહી થાય.અને તેમના પરિવારજનો ને તેમની માંગણી અનુસાર ન્યાય મળે અને આવનારા દિવસોમાં આવી દયનિય ઘટના ગુજરાતમાં ન બને તે માટે સરકારશ્રી યોગ્ય પગલાં ભરે તેવી માંગણી કચ્છ જિલ્લા કોં

પોલીસ તંત્રમાં વધુ પ૬૩પ ભરતી કરાશેઃ ટ્રાફીક બ્રિગેડમાં ૩૩ ટકા મહિલાઓ..

રાજકોટ, વડોદરા, સુરત અને મહેસાણામાં-સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સ્થપાશે ટ્રાફીક બ્રિગેડના સ્વયંસેવકોના ભથ્થામાં રૂ. ૧૦૦ (હવે રૂ. ૩૦૦) વધારોઃ મહાનગરોમાં ટ્રાફીક પ્રશ્ન નિવારવા નવા સાધનો ખરીદાશે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીન પટેલે બજેટ પ્રવચનમાં જાહેર કરેલ કે પોલીસ દળમાં આગામી વર્ષમાં પ૬૩પ જેટલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવાનું આયોજન કરેલ છે. તેમાં ૧પ૦૦ જગ્યાઓ ટ્રાફીકના હેતુસર ફાળવવામાં આવશે. ટ્રાફીક બ્રિગેડમાં ૪૦૦૦ સ્વયંસેવકોનો વધારો કરવામાં આવશે. તેમાં ૩૩ ટકા મહિલાઓનો સમાવેશ કરવામાં આવશે.  જેથી સ્વયંસેવકોની સંખ્યા ૬૦૦૦ થી વધીને ૧૦,૦૦૦ થશે. ટ્રાફીક બ્રિગેડના સ્વયંસેવકોને હાલ રૂ. ર૦૦ લેખે માનદ વેતન આપવામાં આવે છે તે વધારીને રૂ. ૩૦૦ કરવામાં આવશે. આઠ મોટા શહેરોમાં ટ્રાફીક સમસ્યાને પહોંચી વળવા અને ગેરકાયદેસર પાર્કીંગની સમસ્યા નિવારવા જુદી જુદી સાધન સામગ્રી ખરીદવામાં આવશે. પોલીસ ખાતાના રહેણાંકના અને બિન રહેણાંકના મકાનોનાં બાંધકામ માટે રૂ. ૩૬૦ કરોડની જોગવાઇ. સેઇફ એન્ડ સીકયોર ગુજરાત યોજના હેઠળ રાજયના જિલ્લાઓના મુખ્ય મથકો તેમજ શહેરો ખાતે સીસીટીવી કેમેરા લગાવવા રૂ.૧૦ર કરોડની જોગવાઇ

નવા કરવેરા કે રાહત નહિઃ સરકારે દારૂ મોંઘો કર્યો..

ગુજરાતના બજેટનું કુલ કદ રૂ.૧,૮૩,૬૬૬, પુરાંત ૭૮૩.૦૨ કરોડ, કોઇ કર રાહત નહિ, નશાબંધીમાં દર વધારાના કારણે વર્ષે રૂ.૧૦૬.૩૨ કરોડની આવક વધશે. નીતિન પટેલની જાહેરાતઃ બજેટમાં કૃષિ, આરોગ્ય અને યુવાનો માટે વિશેષ લાભ.. રાજયમાં નાણાખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીન પટેલે આજે ર૦૧૮-૧૯ના વર્ષનું બજેટ રજુ કર્યુ છે. જેમાં કોઇ નવા કરવેરા  ઝીંકવામાં આવ્યા નથી કે નવી કર રાહતો આપવામાં આવી નથી. દારૂને મોંઘો કરવામાં આવ્યો છે. વિદેશી દારૂ પરના દર વધારાના કારણે રાજય સરકારને વર્ષે રૂ.૧૦૬.૩ર કરોડની આવક થવાનો અંદાજ છે. ગુજરાતના નવા બજેટનું કુલ કદ રૂ.૧,૮૩,૬૬૬ કરોડ થયુ છે. અંદાજ અનુસારની પુરાંત રૂ.૭,૮૩.૦ર કરોડ રહેશે. એકંદર અંદાજીત પુરાત રૂ.૮૮૯.૩૪ કરોડ રૂપિયા થશે. નશાબંધી દરોમાં વધારાના કારણે ૧૦૬.૩ર કરોડની આવક થશે. બજેટ લોકસભાની ચુંટણીને ધ્યાને રાખીને બનાવાયું હોય તેવી છાપ પડે છે. બજેટમાં ખેડૂતો માટે તેમજ યુવાનો માટે અને આરોગ્ય તથા શિક્ષણ સુવિધા ક્ષેત્રે ભાર મુકવામાં આવ્યો છે. એસ.ટી. કેન્ટીન દ્વારા મીલટ્રી પર્સોનલ માટે જે વિદેશી દારૂની આયાત કરવામાં તેમાં આબકારી જકાતના દરોમાં ઘરખમ વધારો કરાયો છે.

લાલચ નું મધ ચાખવા ગયેલા હની ટ્રેપના આરોપીઓ પોલીસ સકંજા માં..

 હની ટ્રેપમાં "હસીન" હફીઝાએ "વિનોદી" વિનોદને ફસાવ્યો , ૨૫ હજારનો લાગ્યો ચૂનો. (પકડાયેલ આરોપીઓ) આપણે અહીં એક કહેવત છે , લાલો લાભ વગર ના લેટે , બીજી એક કહેવત છે લોભીયાનો માલ ઘુતારા ખાય , ત્રીજી કહેવત છે , જૈસી કરની  વૈસી ભરની ... આ ત્રણેય કહેવત ચિટર હફીઝા અને રંગમિજાજી વિનોદ ને લાગુ પડે છે. પરિણીત વિનોદને મનમાં રંગોળી જાગી અને લોભી અને લાલચુ હફીઝાની જાળમાં હાથે કરી ને ફસાયો. વાત જાણે એમ છે, ભુજના દેશલપર (વાંઢાય) ગામે રહેતાં પરિણીત વિનોદ  નારણભાઈ પઢારીયા (ઉ.વ.26, ધંધો-એગ્રીકલ્ચરમાં નોકરી, રહે. દેશલપર. મૂળ વતની-મેમણા, શંખેશ્વર, પાટણ) ફેસબૂક મારફત ભુજની હફિજા નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. બંને વચ્ચે અવારનવાર વાતચીત થતી રહેતી હતી. વિનોદ ગઈકાલે કામસર ભુજ આવ્યો હતો ત્યારે યુવતીએ તેને જયનગર નજીક પ્રશાંત પાર્ક એપાર્ટમેન્ટ પાસે મળવા બોલાવ્યો હતો.     વાત આટલેથી નથી અટકતી , રંગમિજાજી અને વિનોદી એવો વિનોદ એને મળવા જાય છે ,  વિનોદ બાઈક પર હતો અને યુવતી એક્ટિવા લઈ તેને મળવા આવી હતી. યુવતીએ વિનોદને તેની પાછળ આવવા કહ્યું હતું. યુવતી તેને નજીકની ફો

બોગસ બીપીએલ : ત્રણ દુકાનધારકના 550 બોગસ કાર્ડ

બોગસ બીપીએલ ની બીજી યાદી જાહેર , ત્રણ દુકાનધારકના 550 કાર્ડ બોગસ ગુજરાત કોંગ્રેસના નેતા એવા શ્રી આદમભાઈ ચાકીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભુજમાં આવેલા બોગસ બીપીએલ કાર્ડ અંગે ઘટસ્ફોટ કર્યો હતો.જેમાં પુરવઠા અધિકારી અને સસ્તા અનાજની દુકાનદારો ની મિલીભગત સામે આવી હતી.ભુજમાં કુલ સસ્તા અનાજની 40 દુકાનો આવેલી છે.જેમાં કુલ 13,703 બી.પી.એલ રાશન કાર્ડ નોંધાયેલા છે. ( Advertisement ) જે પૈકી અંદાજે 4300 જેટલા કાર્ડ બોગસ છે.જેના 550 જેટલા નામ આદમ ચાકીએ મીડિયા સમક્ષ રજુ કર્યા છે.જેમાં (૧)ભુજ શહેર ના ઉમેદ નગર મધ્યે આવેલા ઠક્કર પિયુષ રસિકલાલ પાસે 270 બી.પી.એલ.કાર્ડ (૨) હોસ્પિટલ રોડ મધ્યે ના મનીષ જ્યંતી લાલ ઠકકર ના દુકાન ધારક પાસેના 113 બી.પી.એલ કાર્ડ બોગસ બનેલા છે.તે જણાઈ આવે છે. સસ્તા અનાજની દુકાનના સંચાલકો મોટા ભાગે ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો છે.જેથી તેમની સામે તપાસ કરવામાં આવતી નથી.જે કાર્ડ બોગસ છે.અને આવા બોગસ કાર્ડ દુકાનધારક  પાસે જ છે.આદમ ચાકી દ્વારા રજૂ કરવામાં આવેલા નામો ગુજરાત સરકારની પુરવઠા નિગમની વેબસાઇટ પરથી લેવામાં આવ્યા હતા. ( Advertisement ) કૌભાંડી દુકાન ધારકો દ