Skip to main content

Posts

Showing posts from October 9, 2018

અંતરજાળ-2 અને નખત્રાણા-3 ની તાલુકા પંચાયત ની બે બેઠકો પર કોંગ્રેસનો કબ્જો..

કચ્છની દસ પૈકી નખત્રાણા અને ગાંધીધામ તાલુકા પંચાયતની એક-એક બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસે બાજી મારી છે. કોંગ્રેસે નખત્રાણા તાલુકા પંચાયતની બેઠક જાળવી રાખી છે. તો, ગાંધીધામ તાલુકા પંચાયતની અંતરજાળ-2 બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી છે. ગાંધીધામ તાલુકા પંચાયતની અંતરજાળ-2 બેઠક પર કોંગ્રેસના રમેશભાઈ નારણભાઈ મ્યાત્રાનો બે મતની વિજય થયો છે તો બીજી તરફ ભાજપના ઉમેદવાર ધનેશ મ્યાત્રાને 761 મત મળ્યા હતા. રમેશભાઈને 763 મત મળ્યાં હતા. બે મતે હારજીત થતાં ભાજપે પુનઃ મતગણતરીની માંગણી કરી હતી. જેમાં પ્રારંભિક વિરોધ બાદ કોંગ્રેસે સહકાર આપતાં ફેર મતગણતરી થઈ હતી. જો કે, પરિણામમાં કોઈ ફરક પડ્યો નહોતો. ઉલ્લેખનીય છે કે, આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. અગાઉ આ બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ મ્યાત્રા ચૂંટાયા હતા. જો કે, ત્રણ સંતાનના પિતા બનતાં રમેશભાઈને પદ પરથી ગેરલાયક ઠેરવાયાં હતા. રમેશભાઈના સ્થાને તેમના ભાઈ ધનેશ મ્યાત્રાને ટિકિટ અપાઈ હતી. ઈચ્છિત ઉમેદવારને ટિકિટ ના મળતાં અંતે વિરોધી જૂથે બળવો કરી કોંગ્રેસના નેજા હેઠળ રમેશભાઈ મ્યાત્રાની ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીમાં 29 મત 'નોટા'ને મળ્યા હતા. આગામ