કચ્છની દસ પૈકી નખત્રાણા અને ગાંધીધામ તાલુકા પંચાયતની એક-એક બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસે બાજી મારી છે. કોંગ્રેસે નખત્રાણા તાલુકા પંચાયતની બેઠક જાળવી રાખી છે. તો, ગાંધીધામ તાલુકા પંચાયતની અંતરજાળ-2 બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી છે. ગાંધીધામ તાલુકા પંચાયતની અંતરજાળ-2 બેઠક પર કોંગ્રેસના રમેશભાઈ નારણભાઈ મ્યાત્રાનો બે મતની વિજય થયો છે તો બીજી તરફ ભાજપના ઉમેદવાર ધનેશ મ્યાત્રાને 761 મત મળ્યા હતા. રમેશભાઈને 763 મત મળ્યાં હતા. બે મતે હારજીત થતાં ભાજપે પુનઃ મતગણતરીની માંગણી કરી હતી. જેમાં પ્રારંભિક વિરોધ બાદ કોંગ્રેસે સહકાર આપતાં ફેર મતગણતરી થઈ હતી. જો કે, પરિણામમાં કોઈ ફરક પડ્યો નહોતો.
ઉલ્લેખનીય છે કે, આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. અગાઉ આ બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ મ્યાત્રા ચૂંટાયા હતા. જો કે, ત્રણ સંતાનના પિતા બનતાં રમેશભાઈને પદ પરથી ગેરલાયક ઠેરવાયાં હતા. રમેશભાઈના સ્થાને તેમના ભાઈ ધનેશ મ્યાત્રાને ટિકિટ અપાઈ હતી. ઈચ્છિત ઉમેદવારને ટિકિટ ના મળતાં અંતે વિરોધી જૂથે બળવો કરી કોંગ્રેસના નેજા હેઠળ રમેશભાઈ મ્યાત્રાની ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીમાં 29 મત 'નોટા'ને મળ્યા હતા. આગામી દિવસોમાં અંતરજાળ-3 બેઠક પર પેટાચૂંટણી યોજાશે.
તો નખત્રાણા બેઠક માટે નખત્રાણા તાલુકા પંચાયતની યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસે બેઠક જાળવી રાખી છે. સામાન્ય ચૂંટણીમાં આ બેઠક પર જીતેલાં કોંગ્રેસના ઉમેદવાર ઉમરાબેન અરજણભાઈ મેરીયાએ નાદુરસ્ત તબિયતના કારણે સદસ્યપદેથી રાજીનામું ધરી દેતાં પેટાચૂંટણીની નોબત આવી હતી. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ ઉપરાંત અપક્ષ ઉમેદવારે ઝુકાવતાં ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો.

જેમાં કોંગ્રેસના દેવીલાબેન ભીમજીભાઈ વાઘેલાનો નજીકના ભાજપના પ્રતિસ્પર્ધી સવિતાબેન કાનજી બડીયા સામે 303 મતની સરસાઈથી સરળ વિજય થયો છે. દેવીલાબેન વાઘેલાને 1318, સવિતાબેન બડીયાને 1015, અપક્ષ ઉમેદવાર સીતાબેન સીજુને 168 અને 'નોટા'ને 52 મત મળ્યાં હતા.
Android App -
maa news
YouTube - maa
news live
Fb page - maa
news live page
Fb group : maa
news live group
Twitter -
@jaymalsinhB
Email -
jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287
48643
97252 06127
CUG Number -
97252 06123 to 37
72260 06124 to
33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા.
(Lady Instructor
for Lady Student)
મા ગૌશાળા :
દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર
,
ઘી 1000 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર :
20 રૂપિયામાં 20 લીટર
Comments
Post a Comment