આ ફરિયાદી આંગણવાડી સંચાલિકા તરીકે આંગણવાડી કેન્દ્ર નં.૪, ડો.આંબેડકર કોલોની નખત્રાણામાં કામ કરતા હોઇ, તેમજ જેનો ચાર્જ હાલે આ આરોપી સંકલિત બાળ વિકાસ યોજનાના અધિકારી પાસે હોઇ, આ આરોપીએ ફરિયાદીને તેમના ઘરે બોલાવી ફરિયાદીના પત્રકોના હિસાબમાં ભૂલ નહીં કાઢવા અને આંગણવાડી કેન્દ્રની ઓચિંતી મુલાકાત લઇ સ્ટોકના હિસાબમાં તફાવત નહીં કાઢવાની અવેજીમાં એક મહિનાના રૂ.૨૫૦/- લેખે બે મહિના બે મહિનાના રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરી પોતાના ઘરે આપી જવા વાયદો કરેલ વગેરે મતલબની ફરિયાદ હકીકત જાહેર કરી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે પો.ઇ.શ્રી ભુજ એ.સી.બી. પો.સ્ટે. ભુજનાઓએ તા.૧૯/૧/૨૦૦૭ના ભૂખી સરકારી વસાહત, ચોકીદાર કવાટર્સ, નખત્રાણા ખાતે લાંચના છટકાનું આયોજન કરતાં આરોપી શ્રીમતી ઉર્મિલાબેન છોટાલાલ ત્રિવેદી, સી.ડી.પી.ઓ નખત્રાણા વર્ગ-૨ રૂ.૫૦૦/- ની લાંચની રકમ સ્વીકારી પકડાઇ જતા ભુજ એ.સી.બી.પો.સ્ટે.ગુ.ર.નં.૦૨/ ૨૦૦૭ થી ગુનો દાખલ થયેલ હતો. આરોપી વિરુધ્ધ પુરતા પુરાવા પડતા ચાર્જશીટ ભરી સેસન્શ કોર્ટ ભુજ મોકલતા સ્પે કે...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ