ગાંધીધામના ગોપાલપુરીમાં પ્લોટનું ખોટુ સોગંદનામું , અબડાસાનાં મોથળામાં દરગાહને નુકશાન ક્ચ્છ ગાંધીધામના ગોપાલપુરી વિસ્તારમાંં કંડલા પોર્ટ દ્વારા ફાળવાયેલાં 204 મીટર પ્લોટનું ખોટુ સોગંદનામું અને દસ્તાવેજો બનાવી છેતરપીંડી કરવામાં આવી હતી. આ અંગેની ફરિયાદ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદી ભુજના શાંતાબેન ઝાલાનાં પિતા કેપીટીમાં કર્મચારી હતા ત્યારે તેમને ગોપાલપુરી વિસ્તારમાં 204 મીટરનો પ્લોટ ફાળવાયો હતો. જેના પર ત્રણ આરોપીઓ જગદીશ જાતસિંગ ,જસવંતસિંગ ,આઇ. એમ.સૈની.એ ખોટુ પાવરનામું, બનાવટી સહીઓ કરીને પોતે માલિક બની બેઠાં હતા. 21-2-90થી 14-7-1992ના વર્ષ દરમિયાન આ ગુનો આચરાયો હતો. આ પણ વાંચો : કચ્છના અબડાસા તાલુકાના મોથાળા ગામે અજાણ્યા ઈસમો દ્વારા દરગાહ ની ચાદર ને બહાર ફેંકીને સળગાવી નાખતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.મોથાળા ગામમાં નૂરમામદપીરની દરગાહની અંદર અજાણ્યા ઈસમોએ કુહાડી વડે નુકશાની પહોંચાડી હતી.અને દરગાહ ની ચાદરને બહાર ફેંકી તેને સળગાવી નાખતા ધાર્મિક લાગણી દુભાઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ધાર્મિક લાગણી દુભાવન...
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ