🖋 ભુજમાં સોનોગ્રાફી નો રિપોર્ટ ખોટો હોવા બાબત કલેકટરને આવેદન આપી પગલાં લેવાં કરાઈ રજૂઆત.
જિલ્લા મથક ભુજમાં સોનોગ્રાફી નો રિપોર્ટ ખોટો હોવાના બાબતે અરજદાર દ્વારા આ બાબતે જિલ્લા કલેકટર ને રજુઆત કરવામાં આવી હતી.આવેદનપત્ર પાઠવનાર , વિક્રમગીરી ગોસ્વામીએ જણાવ્યું કે , તેમની પત્ની ગર્ભવતી હતી.અને તેના માટે તેઓ છેલ્લા નવ માસથી ભુજના ડો.ઊર્મિલાબેન મહેતા પાસેથી સારવાર અને નિયમિત દવાઓ લેતા હતા.ત્યારે તેઓ ગત તા.૧૯/૨/૨૦૧૮ ના રોજ તેમની પત્નીને દુખાવો ઉપડતા તેઓ ડોકટર પાસે ગયા અને ડોકટરે તેમને ક્રિષ્ના ઇમેજિગ સેન્ટરમાંથી સોનોગ્રાફી કરાવવાનું કહ્યું હતું. ક્રિષ્ના ઇમેજિગ સેન્ટરમાંથી સોનોગ્રાફી રિપોર્ટ કઢાવતા તેમના શરીરમાં માત્ર ૨ થી ૩ % પાણી દર્શાવાયું હતું.જેને લીધે તેઓ ચિંતિત બન્યા હતા.અને ડોકટર ઊર્મિલાબેન ને રિપોર્ટ બતાવ્યો.જેમાં ડોક્ટરે જણાવ્યું કે તમારે ઓપરેશન કરવું પડશે.
ત્યારે અરજદાર વિક્રમગીરીએ અન્ય એક લેબોરેટરી માં તપાસ કરાવતા તેના રિપોર્ટ માં 10 થી 11% પાણી શરીર માં હોવાનું બહારે આવ્યું હતું.આ રીતે ડો.ઊર્મિલાબેન અને રિપોર્ટ કરનાર સેન્ટર વાળા બન્ને વચ્ચે સાંઠગાંઠ હોવાનું અરજદારને જણાતાં વિક્રમગીરી એ કલેકટર સમક્ષ માંગણી મૂકી હતી કે , તબીબ અને રીપોર્ટ કરનાર સેન્ટર પર કાયદેસરની કાર્યવાહી થાય એવી માંગણી જિલ્લા સમાહર્તા રેમ્યા મોહનને કરી હતી.
આ અંગે ડોકટર ઊર્મિલાબેન મહેતા નો સંપર્ક સાધતા તેમણે પોતાનો બચાવ કર્યો હતો અને અરજદારના આક્ષેપોને પાયાવિહોણા હોવાનું ગણાવ્યું હતું.અને ક્રિષ્ના ઇમેજિગ સેન્ટરના ડોકટરનો સંપર્ક સાધતા તેણે પોતાનો રિપોર્ટ સાચો હોવાનું ગણાવીને પોતાનો બચાવ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ડોકટર અને રિપોર્ટ કરવા વાળા સેન્ટર ને ભગવાન સમાન મનાય છે.ત્યારે જો આ લોકો જ દર્દીઓ સાથે છેતરપીંડી કરીને વિશ્વાસઘાત કરવાનો પ્રયત્ન કરે તો સામાન્ય માનવી જીવ બચાવવા કોના શરણે જશે.
આ પણ વાંચો :
કચ્છમાં આરોગ્ય અધિકારીની ફરજ બજાવી ચૂકેલા નિવૃત વૃદ્ધને છેલ્લા 12 વર્ષથી છઠ્ઠા પગારપંચ નું ચુકવણું ન થવાથી તેમણે ગાંધીનગર ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.કચ્છના નખત્રાણા તાલુકાના દેશલપર ગામ ખાતે આરોગ્ય અધિકારી ની ફરજ બજાવી ચૂકેલા અને તા.૩૧/૮/૨૦૧૮ ના રોજ વયમર્યાદા ના લીધે નિવૃત થયેલા હાલ ભુજ નિવાસી જનકરાય લાભશંકર છાયા એ પગારપંચ નું ચુકવણું ન થતા ના છૂટકે ગાંધીનગર વિધાનસભા ખાતે તા.૧/૩/૨૦૧૮ના રોજ આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.
તા.૧/૧/૨૦૧૬ થી છઠ્ઠા પગારપંચ નું અમલીકરણ આવતા તે અન્વયે છેલ્લા 12 વર્ષથી તેમના છઠા પગારપંચ નું ફિકસેશન કરી એરિયર્સ બિલ અંગેનું ચુકવણું કરવા માટે તેમણે અનેકવાર ઉપરી અધિકારીઓ ને , કલેકટરશ્રી ,આરોગ્ય મંત્રીને રજુઆત કરી છે.પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી ન થતા તેમણે ગાંધીનગર ના વિધાનસભા ગૃહની અંદર આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.જો સરકારશ્રી દ્વારા તેમની લેણી થતી રકમનું ચુકવણું તા.૨૮/૨/૨૦૧૮ સુધી કરવામાં નહિ આવે તો નાછૂટકે સરકારની કામગીરીથી ત્રસ્ત થઈને તેઓ ૧/૩/૨૦૧૮ ના રોજ ગાંધીનગર વિધાનસભા ગૃહ ખાતે આત્મવિલોપન કરશે.તેવી તેમણે સરકારને ચેતવણી આપી હતી.
Video :કચ્છની સૌ પ્રથમ 24 કલાકની ચેનલ , કચ્છમાં સૌથી વધારે ફેલાવો ધરાવતી ચેનલ Maa Ashapura News*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
![]() |
વિક્રમગીરી ગોસ્વામી |
![]() |
Advertisement |
આ અંગે ડોકટર ઊર્મિલાબેન મહેતા નો સંપર્ક સાધતા તેમણે પોતાનો બચાવ કર્યો હતો અને અરજદારના આક્ષેપોને પાયાવિહોણા હોવાનું ગણાવ્યું હતું.અને ક્રિષ્ના ઇમેજિગ સેન્ટરના ડોકટરનો સંપર્ક સાધતા તેણે પોતાનો રિપોર્ટ સાચો હોવાનું ગણાવીને પોતાનો બચાવ કર્યો હતો.
![]() |
Advertisement |
![]() |
Advertisement |
![]() |
જનકરાય છાયા |
![]() |
Advertisement |
![]() |
Advertisement |
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
ભુજ કચ્છ , ભારત.
Video :કચ્છની સૌ પ્રથમ 24 કલાકની ચેનલ , કચ્છમાં સૌથી વધારે ફેલાવો ધરાવતી ચેનલ Maa Ashapura News*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
![]() |
Advertisement |
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
*Email : jaymalsinhjadeja@gmail.com*
Last Boll :
All know that the drop merges into the ocean but few know that ocean merges into the dorp - kabir.
બધા જાણે છે કે બુંદ સમુદ્રમાં ભળી જાય છે ,પરંતુ અમુક જ જાણે છે કે સમુદ્ર બુંદમાં ભળી જાય છે -કબીર
Comments
Post a Comment